વડોદરાની સ્કૂલના વિદ્યાર્થીઓએ 150 ફૂટ લાંબી અને 75 ફૂટ પહોળી ગણેશજીની જમીન પર ઇકોફ્રેન્ડલી રેપ્લિકા બનાવી

અશોકરાજે સ્કૂલના 300 વિદ્યાર્થીઓ અને 80 શિક્ષકોએ 4 દિવસનો શ્રમ કરી ઝાડપત્તા અને ફૂલોમાંથી શ્રીજી બનાવ્યા

DivyaBhaskar.com | Updated - Sep 16, 2018, 08:03 PM
Shreejis Ashok Vatika

વડોદરાઃ શ્રદ્ધા અને જવાબદારી વચ્ચેની ભેદરેખાને વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 150 ફૂટ લાંબી અને 75 ફૂટ પહોળી ગણેશજીની જમીન પર ઇકોફ્રેન્ડલી રેપ્લિકા બનાવીને સમજાવવામાં આવી છે. વિદ્યાર્થીઓએ બ્રહ્માંડમાં બનેલી કોઇપણ વસ્તુ બ્રહ્માંડમાં જ વિલીન થઇ જાય છે તે વાતને પ્રસ્થાપિત કરતાં શ્રદ્ધામાં જો જવાબદારી ભળી જાય તો સુંદર પર્યાવરણ અને હરિયાળીનું સર્જન થાય તે મેસેજ આપવા આ રેપ્લિકા બનાવી છે.

સ્કૂલ પરિસરમાં જ રહેલા વિભિન્ન વૃક્ષોનાં પાન અને તેના જ ફૂલો દ્વારા વિદ્યાર્થીઓએ આ રેપ્લિકા બનાવી છે. સ્કૂલના કુલ 300 વિદ્યાર્થીઓ, 80 શિક્ષકોએ કુલ 4 દિવસના સમય અંતર્ગત સમગ્ર રેપ્લિકાને ઓપ આપ્યો હતો.

X
Shreejis Ashok Vatika
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App