વડોદરાની એમએસ યુનિ.ના પ્રોફેસરે કરી વિદ્યાર્થિનીની છેડતી, તપાસના આદેશ

આર્ટસ ફેકલ્ટીના ઉર્દ વિભાગના ટેમ્પરરી પ્રોફેસર ડો. મહંમદ ઝુબેરે સામે કરાઈ છે છેડતીની ફરિયાદ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:08 PM
Professor of Urdu department of arts faculty assaulted girl in Vadodara

વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીમાં ઉર્દુ વિભાગના ટેમ્પરરી પ્રોફેસર દ્વારા આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની છેડતી કરતા કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે. શિક્ષણ જગત માટે કલંકરૂપ આ ઘટના બનતાજ યુનિવર્સિટી સત્તાવાળાઓએ ઉર્દુ વિભાગને તાળાં મારી દીધા હતા. બીજી બાજુ આ ઘટનાની તપાસ કરવા ડીને વુમન્સ ગ્રીવયન્સ કમિટીને સૂચના આપી છે. સાંજે રિપોર્ટ આવ્યા બાદ યુનિવર્સિટી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉર્દુ ડિપાર્ટમેન્ટના પ્રોફેસરે કરી છેડતી

પ્રાપ્ત વિગત અનુસાર એમ.એસ. યુનિવર્સિટીમાં આવેલ ઉર્દુ ડિપાર્ટમેન્ટમાં ટેમ્પરરી પ્રોફેસર તરીકે ડો. મહંમદ ઝુબેર ફરજ બજાવે છે. આ પ્રોફેસરે ક્લાસમાં આવતી આર્ટ્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી અમિતા (નામ બદલ્યું છે) નામની સ્ટુડન્ટની છેડતી કરી હતી.

ડીને વુમન્સ ગ્રીવયન્સ કમિટીને કર્યો છે તપાસનો આદેશ

મંગળવારે બનેલા આ બનાવ અંગે આજે સવારે અમિતાએ ડિનને ફરિયાદ કરી હતી. ડિને આ બનાવને ગંભીરતાથી લીધી હતી. અને તુરતજ યુનિવર્સિટીમાં કાર્યરત વુમન્સ ગ્રીવયન્સ કમિટીને તપાસનો આદેશ કર્યો હતો. ડિને તપાસનો હુકમ કરતાજ આ કમિટીએ તપાસ શરૂ કરી દીધી છે. આ કમિટી સાંજ સુધીમાં અમિતાએ ઉર્દુ પ્રોફેસર ડો. મહંમદ ઝુબેર ઉપર કરેલા છેડતીના આક્ષેપની ફરિયાદનો રિપોર્ટ ડિનને સુપ્રત કરશે.


રિપોર્ટ બાદ કરાશે પ્રોફેસર સામે આગળની કાર્યવાહી

ડિન રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ પ્રોફેસર ડો. મહંમદ ઝુબેર સામે આગળની કાર્યવાહી હાથ ધરશે. યુનિવર્સિટીમાં બનેલા છેડતીના આ બનાવે કેમ્પ્સમાં ભારે ચકચાર જગાવી મૂકી છે. બીજી બાજુ સત્તાવાળાઓ દ્વારા ઉર્દુ વિભાગને તાળા મારી દેવામાં આવ્યા છે. આ ઘટના સાચી પુરવાર થશે તો આવનારા દિવસોમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓને નકારી શકાય નહિં.

X
Professor of Urdu department of arts faculty assaulted girl in Vadodara
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App