તપાસ રિપોર્ટ / તપાસ રિપોર્ટ/ 2016માં થયેલી ક્લાર્ક ભરતીમાં વડોદરાના 29 ઉમેદવારોને ઓર્ડર અપાયા હતા: ડે. મ્યુનિસિપલ કમિશ્નર

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે ક્લાર્ક ભરતીમાં વડોદરાના ઉમેદવારોને તક ન મળી હોવાની વાતનો છેદ ઉડાડી દીધો

DivyaBhaskar.com | Updated - Dec 06, 2018, 05:48 PM
2016માં થયેલી ક્લાર્ક ભરતીમાં વડ
2016માં થયેલી ક્લાર્ક ભરતીમાં વડ

* વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે ક્લાર્ક ભરતી મામલે રિપોર્ટ તૈયાર કર્યો

વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકામાં 2016માં થયેલી ક્લાર્કની ભરતી સામે કૌભાંડના આક્ષપો થયા હતા. જેની સામે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે તપાસ કરી હતી. જેમાં તેઓએ ક્લાર્ક ભરતીમાં વડોદરાના ઉમેદવારોને તક ન મળી હોવાની વાતનો છેદ ઉડાડી દીધો હતો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર એસ.એ.પટેલે જણાવ્યું હતું કે, 2016માં થયેલી ક્લાર્કની ભરતીમાં વડોદરાના 29 ઉમેદવારોને નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. જેમાંથી 17 હાલ નોકરી કરે છે. જ્યારે અન્ય ઉમેદવારો હાજર થયા ન હતા.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે ક્લાર્ક ભરતીમાં વડોદરાના ઉમેદવારોને તક ન મળી હોવાની વાતનો છેદ ઉડાડી દીધો

- 9 જુન 2016ના રોજ યોજાયેલી ક્લાર્કની પરીક્ષામા 16730 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા વડોદરાના 82 સેન્ટરો પર લેવાઇ હતી
- જુલાઇ-2016માં મેરીટ લિસ્ટ વીએમસીની વેબસાઇટ પર મુકાયું
- 22 ઓગષ્ટ 2016ના 143 ઉમેદવારોને નોકરીના ઓર્ડર અપાયા હતા.
- 143માંથી કોઇ હાજર ન થાય તો બે વર્ષના સમયગાળા દરમિયાન સરકારના નિયમ પ્રમાણે મેરિટના ધોરણે વેઇટિંગ લિસ્ટવાળાઓને પસંદગી થાય છે
- સરખા માર્ક હોય તો મોટી ઉમરની વ્યક્તિને ઓર્ડર આપવામાં આવે છે
- ક્લાર્કની ભરતીમાં પ્રથમ નંબરે અમદાવાદના 49 અને બીજા નંબરે વડોદરાના 29 ઉમેદવારોને નોકરીના ઓર્ડર અપાયા હતા
- તપાસનો રિપોર્ટ ડેપ્યુટી મ્યનિસિપલ કમિશ્નર વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરને સુપ્રત કરશે

X
2016માં થયેલી ક્લાર્ક ભરતીમાં વડ2016માં થયેલી ક્લાર્ક ભરતીમાં વડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App