ચેઇન સ્નેચિંગને રોકવા 8 બાઇક પર પોલીસની સુપર કોપ ટીમ સવાર-સાંજ પેટ્રોલિંગ કરશે

Police Super Police team patrols on 8 bikes to stop chain snatching

Bhaskar News

Sep 12, 2018, 01:31 AM IST

વડોદરા: સતત વધી રહેલા ચેઇન સ્નેચિંગને રોકવા હવે સુપર કોપ બાઇક ટીમની રચના કરાઈ છે. સુપર કોપ બાઇક પેટ્રોલિંગમાં બે સ્કીમ છે, જેમાં 8 બાઇક પર 2 પીએસઆઇ તથા 14 પોલીસ કર્મીઓ હથિયાર સાથે જૂના શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં બાઇક પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત ચેઇન સ્નેચિંગને રોકવા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીના 1 પીએસઆઇ તથા 8 પોલીસ કર્મચારીઓ મળીને એન્ટિ ચેઇન સ્નેચિંગ સ્ક્વોર્ડની પણ રચના કરાઇ છે.

ચેઇન સ્નેચિંગની 8 દિવસ બાદ ફરિયાદ

મકરપુરા વોલ્ટેમ્પ કંપની પાસે 2 સપ્ટેમ્બરે પતિ સાથે જઇ રહેલી મહિલાનો અછોડો તોડાયો હતો. ઘટનાના આઠ દિવસ બાદ જશોદાબેને મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વોલ્ટેમ્પ કંપની પાસે બાઇક સવાર શખ્સોએ સોનાની ચેઇન તોડી હતી.

X
Police Super Police team patrols on 8 bikes to stop chain snatching
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી