પોલીસે વડોદરામાંથી 20.25 લાખના દારૂ સહિત રૂપિયા 32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જી.પી.એસ. સિસ્ટમનો ઉપયોગ કરી ગુજરાતમાં ઇંગ્લીશ દારૂ જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હતો

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 06:10 PM
Police seized total Rs 32 lakh including rs 20.25 lakh liquar

વડોદરા: જી.પી.એસ. સિસ્ટમનો ઉપયોગ કરી ગુજરાતમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને આવેલા બે કેરીયરોને રૂપિયા 20.25 લાખના દારૂ સાથે શહેર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. પોલીસે ઇંગ્લીશ દારૂ તથા ટ્રક મળી કુલ રૂપિયા 32 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.


ગણેશત્સોવને ધ્યાનમાં રાખીને શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

આગામી દિવસોમાં શરૂ થઇ રહેલા ગણેશત્સોવ શાંતિપૂર્ણ વાતાવરણમાં પસાર થાય તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શહેરમાં દેશી-ઇંગ્લીશ દારુનું વેચાણ ન થાય તેમજ ગુજરાત બહારથી દારૂ ન આવે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા બાજ નજર ગોઠવી દેવામાં આવી છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, ઘઉંની ભૂકી નીચે છૂપાવવામાં આવ્યો હતો રૂપિયા 20,25,600ની કિંમતનો દારૂ...

Police seized total Rs 32 lakh including rs 20.25 lakh liquar

ઘઉંની ભૂકી નીચે છૂપાવવામાં આવ્યો હતો રૂપિયા 20,25,600ની કિંમતનો દારૂ


શહેર ક્રાઇમ બ્રાંચને નેશનલ હાઇવે નંબર-8 ઉપરથી ઇંગ્લીશ દારૂનો જથ્થો એક ટ્રકમાં પસાર થવાનો છે. તેવી માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે કપુરાઇ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક ટ્રક પસાર થતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા ઘઉંનું ભૂકી નીચે છૂપાવેલ રૂપિયા 20,25,600ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઇંગ્લીશ દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂપિયા 32,35,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે ઇંગ્લીશ દારૂ લઇને વડોદરા તરફ આવી રહેલા સંદિપ ઓમપ્રકાશ ડૈલા (જાટ) રહે. માકડી, રાજસ્થાન) અને સંદિપ અગરસિંગ રાવ (જાટ) રહે. ઘરડાના ખુર્દ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.


પોલીસે કબજે કરી હાઈટેક જી.પી.એસ. સિસ્ટમ

 

પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગત એ બહાર આવી હતી કે, ઇંગ્લીશ દારૂ ગુજરાતમાં ઘૂસાડવા માટે હાઇટેક ટેકનોલોજી તરીકે જી.પી.એસ. સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકમાં લગાવેલી જી.પી.એસ. સિસ્ટમ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.  ઇંગ્લીશ દારુના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓએ જણાવ્યું હતું કે, આ ઇંગ્લીશ દારુનો જથ્થો હરીયાણાના સંદિપ સાંગવાનનાએ ભરાવ્યો હતો. અને જી.પી.એસ. સિસ્ટમ લગાવી આપી હતી. પોલીસે ટ્રકના સ્ટેરીંગ નીચે છૂપાવેલી જી.પી.એસ. સિસ્ટમ કબજે કરી છે.

 

આગળની સ્લાઈડ્સમાં જૂઓ અન્ય તસવીરો...

Police seized total Rs 32 lakh including rs 20.25 lakh liquar
X
Police seized total Rs 32 lakh including rs 20.25 lakh liquar
Police seized total Rs 32 lakh including rs 20.25 lakh liquar
Police seized total Rs 32 lakh including rs 20.25 lakh liquar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App