શિકારની શક્યતા / પાવી જેતપુરમાં બે દીપડાના મોત મામલે વનવિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી

પાવી જેતપુર પંથકમાં બે દીપડાના મોતથી વનવિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
પાવી જેતપુર પંથકમાં બે દીપડાના મોતથી વનવિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
X
પાવી જેતપુર પંથકમાં બે દીપડાના મોતથી વનવિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી હતીપાવી જેતપુર પંથકમાં બે દીપડાના મોતથી વનવિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી

  • બે દીપડાના મોતથી છોટાઉદેપુર વન વિભાગ હરકતમાં આવ્યું
  • પાવી જેતપુર પોલીસ દીપડાઓના મોતનું સાચુ કારણ જાણવા તપાસ કરશે 

 

DivyaBhaskar.com

Jan 10, 2019, 02:31 PM IST

છોટાઉદેપુરઃ પાવી જેતપુર પથંકમાં દીપડાના આતંક પછી છેલ્લા બે દિવસમાં બે દીપડાઓ મોત થયા હતા. જેને લઇને છોટાઉદેપુર વન વિભાગે પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં બે દીપડાના મોત મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બે દિવસ પહેલા ઝાબ ગામ પાસેથી દીપડાનો મૃતદેહ મળ્યો હતો
1.પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામ પાસેથી 8 જાન્યુઆરીએ સવારે કોતરમાથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીપડાના મૃતદેહના ચારેય પગ, પૂંછડી અને માથું કાપી નદીમાં દાટી દેવામાં આવ્યું હતું અને જેથી શિકાર કરવાના હેતુથી દીપડાની હત્યા કરાઇ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. 
રેસ્ક્યુ કરાયેલા દીપડાનું સારવાર દરમિયાન મોત થયું હતું
2.પાવી જેતપુર તાલુકાના વાવડી અને બાંડી ગામમાં આતંક મચાવીને 4 લોકો પર હુમલા કરીને બે લોકોને મોતને ઘાટ ઉતારનાર દીપડાને વન વિભાગની ટીમ દ્વારા મહામહેનતે પકડી લીધો હતો. અને આ દીપડાને રેસ્ક્યૂ કરીને પાવાગઢ ખાતે આવેલા રેસ્ક્યૂ સેન્ટર ખાતે લઇ જવાયો હતો. જ્યાં દીપડાનું સારવાર દરમિયાન 9 જાન્યુઆરીએ મોત નીપજ્યું હતું. બાંડી ખાતેથી રેસ્ક્યુ કરાયેલા આ દીપડા પર ફાયરિંગ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.
 
વધુ એક દીપડો પાંજરે પુરાયો
3.પાવીજેતપુર પંથકમાંથી વનવિભાગે આજે વધુ એક દીપડાને પાંજરે પુર્યો હોવાની માહિતી મળી છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી