કેવડિયામાં 20થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાશે DG કોન્ફરન્સ, PM મોદી આપશે હાજરી

DivyaBhaskar.com

Nov 24, 2018, 02:32 PM IST
31 ઓક્ટોબરે પીએમ મોદીએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું ત્યારની તસવીર
31 ઓક્ટોબરે પીએમ મોદીએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું ત્યારની તસવીર

કેવડિયાઃ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 20થી 22 ડિસેમ્બર દરમિયાન ત્રણ દિવસની ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 ડિસેમ્બરે હાજરી આપશે. અને તેઓ 22 ડિસેમ્બરે દિલ્હી પરત ફરશે. જ્યારે 20 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ડીજી કોન્ફરન્સમાં આવશે.

કેવડિયામાં DG કોન્ફરન્સમાં PM મોદી આપશે હાજરી

આગામી 20થી 22 ડિસેમ્બર દરમિયાન કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમામ રાજ્યોનાં પોલીસ વડાની ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 ડિસેમ્બરે ડીજી કોન્ફરન્સમાં હાજરી આપશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં રાત્રી રોકાણ કરશે. અને તેઓ 22 ડિસેમ્બરે દિલ્હી પરત ફરશે. જ્યારે 20 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ડીજી કોન્ફરન્સમાં આવશે. આ બેઠકમાં દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા ઉપરાંત બાહ્ય પડકારો આંતકવાદ, ત્રાસવાદ અને નક્સલવાદને નાથવા સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની સાથે સાથે દેશના તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના ડીજી સહિત એસપીજી, આઇબી, બીએસએફ, સીઆરપીએફ, સીઆઇએસએફ, આઇટીબીપી, એસએસબીસીનાં ડીજી પણ આ કોન્ફરન્સમાં હાજરી આપશે.

વડાપ્રધાનની મુલાકાતને પગલે આગામી 20થી 22 ડિસેમ્બર સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે. અને આ ત્રણેય તારીખો દરમિયાન ઓનલાઇન બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

X
31 ઓક્ટોબરે પીએમ મોદીએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું ત્યારની તસવીર31 ઓક્ટોબરે પીએમ મોદીએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું ત્યારની તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી