વડોદરામાં દર્દીનું રજા આપવાના દિવસે મોત, પરિવારજનોએ હોસ્પિટલમાં કર્યો હોબાળો

પરિવારજનોએ મૃતદેહ લઇ જવાનો ઇન્કાર કરતા મામલો ઉગ્ર બન્યો હતો

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 07:43 PM
પ્રફુલ પટેલ (ફાઈલ તસવીર)
પ્રફુલ પટેલ (ફાઈલ તસવીર)

વડોદરાઃ શહેરના બી.પી.સી. રોડ ઉપર આવેલ વિન્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીનું રજા આપવાના દિવસે મોત નીપજ્યું હતું. એકાએક દર્દીનું મોત નીપજતાં પરિવારજનોએ તબીબોની નિષ્કાળજીના કારણે મોત નીપજ્યું હોવાનો આરોપ મૂકી હોબાળો મચાવ્યો હતો. અને મૃતદેહ લઇ જવાનો ઇન્કાર કરતા મામલો ઉગ્ર બની ગયો હતો.

ચક્કર ખાઈને પડી જતા હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા પ્રફુલ પટેલ સ્ટીલ ટ્રેડીંગનો વ્યવસાય કરે છે. બે દિવસ પહેલા તેઓ ચક્કર ખાઈને પડી જતા બેભાન થઇ ગયા હતા. તુરતજ પરિવારજનો તેઓને સ્થાનિક હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડોકટરોએ તેમની માથાની નસ બ્લોક થઇ હોવાનું જણાવ્યું હતું અને અલકાપુરી સ્થિત વિન્સ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઇ જવા માટે પરિવારજનોને જણાવ્યું હતું.

તાત્કાલિક ધોરણે પ્રફુલભાઈને વિન્સ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

પરિવારજનો તુરતજ પ્રફૂલભાઇને બી.પી.સી. રોડ ઉપર આવેલી વિન્સ હોસ્પિટલમાં લઇ ગયા હતા. અર્થે ખસેડવામાં આવ્યા હતા. નસ બ્લોક હોય ત્યારે દર્દીને બ્લોકેજ નસ ખોલવા માટે ઇન્જેક્શન આપવામાં આવે છે. જે ઇન્જેક્શન હોસ્પિટલ દ્વારા નસ બ્લોકેટ થયાના ૪.૩૦ કલાકમાં આપવાને વિન્સ હોસ્પિટલમાં લાવ્યાના ૩ કલાક બાદ ડોકટરોએ આપ્યું હતું. અને પરિવારજનોને ડોક્ટરોએ જણાવ્યું હતુ કે, દર્દીને મગજની નસનું બ્લોકેજ અને પીઠના ભાગે દુખાવો કાયમ રહેશે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, દર્દીનું રજા આપવાના દિવસે જ થયું મોત...

Patient died in hospital on day of discharge in Vadodara

દર્દીનું રજા આપવાના દિવસે જ થયું મોત

 

દર્દીના ભાણેજ અર્પિત પટેલ અને અન્ય પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, આજે બે દિવસ બાદ સવારે ૧૦ વાગ્યે દર્દીને રજા આપવાની હોવાનું હોસ્પિટલે જણાવવામાં આવ્યું હતું. પરંતુ અચાનક સવારે પરિવાર પર ફોન આવ્યો હતો કે પ્રફુલ પટેલનું મૃત્યુ નીપજ્યું છે. સમાચાર મળતાજ અમો પરિવારજનો હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.

 

પરિવારજનોએ મૃતદેહ લઈ જવાનો કર્યો હતો ઈન્કાર
 
હોસ્પિટલ દ્વારા પ્રફૂલભાઇને રજા આપવાની હતી. તે પ્રફૂલભાઇના મોતના સમાચાર આવતા પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. અને ભારે રોષ સાથે હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. અને પ્રફૂલભાઇના મોત માટે તબીબો જવાબદાર હોવાનો આક્ષેપ મૂકી હોબાળો મચાવી મૂક્યો હતો. આ સાથે પરિવારજનોએ તબીબો તરફથી પ્રફૂલભાઇ પટેલના મોતનું ચોક્કસ કારણ જાણવા નહિં મળે ત્યાં સુધી મૃતદેહ ઘરે લઇ જવાનો ઇન્કાર કરતા મામલો ઉગ્ર બની ગયો હતો.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, મૃત્યુ માટે પરિવારજનોએ ડોકટરની બેદરકારીને જવાબદાર ઠેરવી

Patient died in hospital on day of discharge in Vadodara

મૃત્યુ માટે પરિવારજનોએ ડોકટરની બેદરકારીને જવાબદાર ઠેરવી
 
મૃતકના ભાણેજ અર્પિત પટેલે માંગણી કરી હતી કે, બેદરકારી દાખવનાર ડોકટર અથવા હોસ્પિટલ પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોનો આજીવન ખર્ચો ઉપાડે. આ બનાવને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને બંને પક્ષોની વાતચિત સાંભળી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવે તબીબી આલમમાં ચકચાર જગાવી મૂકી હતી.

X
પ્રફુલ પટેલ (ફાઈલ તસવીર)પ્રફુલ પટેલ (ફાઈલ તસવીર)
Patient died in hospital on day of discharge in Vadodara
Patient died in hospital on day of discharge in Vadodara
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App