Recall: માતા-પિતાની હત્યા કર્યા પછી દીકરી મૃતદેહો પાસે જ પ્રેમી સાથે બાંધતી શારીરિક સંબંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી તિરૂપતી સોસાયટીમાં 3 ઓગષ્ટ, 2014ના રોજ રાત્રે દંપતિની ઘાતકી હત્યા થઇ હતી. 71 દિવસ બાદ 13 ઓક્ટોબર, 2014ના રોજ ઘરમાંથી કોહવાયેલી હાલતમાં દંપતિના મૃતદેહો મળી આવ્યા હતા. આ કેસમાં પ્રેમી સાથે મળીને દત્તક દિકરીએ જ માતા-પિતાની ઘાતકી હત્યા કરી હોવાનું બહાર આવ્યુ હતુ. આ કેસની તપાસમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી કે, હત્યા બાદ પ્રેમી યુગલે મૃતદેહોની નજીક સેક્સ માણ્યુ હતુ. આ સમયે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 

 

 

દીકરીને ભણાવવા પિતાએ નોકરી પણ છોડી દીધી હતી

 

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી તિરૂપતી સોસાયટીમાં રહેતા શ્રી હરી પુરૂષોત્તમ વિનોદ બેંક ઓફ બરોડામાંથી સ્વૈચ્છિક નિવૃતી લીધી હતી. તેમના પત્ની સ્નેહાબેન વિનોદ એલઆઈસીમાંથી નિવૃત થયા હતા. દંપતીને સંતાન નહીં હોવાથી 15 વર્ષ પહેલા તેઓએ નાસિકથી બે માસની બાળકી દત્તક લીધી હતી. અને નાનપણથી જ બાળકીને ઉછેરી હતી. આ દંપત્તિ દત્તક દિકરીને ડોક્ટર બનાવવા માંગતા હોવાથી છોકરીને શરૂઆતથી જ સારૂ શિક્ષણ આપવા માટે તેઓ પ્રયત્નશીલ હતા. દીકરીને સારૂ શિક્ષણ આપવા માટે પિતાએ પોતાની નોકરી પણ છોડી દીધી હતી. અને દીકરીને માંજલપુર વિસ્તારની જાણીતી અંબે સ્કૂલમાં ઈંગ્લિશ મિડીયમમાં અડમિશન અપાવ્યુ હતુ. 

 

 

દીકરીને સપન નામના યુવાન સાથે પ્રેમ થયો,તો

 

આ દરમિયાન 2013માં 15 વર્ષીય દીકરી માંજલપુરના કંચન બાગમાં વોક કરવા ગઈ હતી. તે વખતે આ જ વિસ્તારમાં રહેતા સપન શૈલેષભાઈ પુરાણી સાથે તેની આંખ મળી ગઈ હતી. ત્યારબાદ વારંવાર તેઓ કંચન બાગમાં મળતા હતા. એક દિવસ શ્રી હરી વિનોદના એક પરીચીત બંનેને બાગમાં જોઇ ગયા હતા. તેથી તેમણે શ્રી હરી વિનોદને 'તમારી દત્તક પુત્રી માંજલપુરના કોઈ છોકરા સાથે ફરે છે અને બંને બાગમાં મળે છે' તેવી વાત કરી હતી. આ વાત સાંભળી શ્રી હરીએ દત્તક પુત્રીને સપન સાથે સબંધ નહીં રાખવા કહ્યું હતું. તે સપનને ન મળે તે માટે તેની પર વોચ રાખવાનું પણ શરૂ કરી દીધું હતું. તેમજ છોકરીને આપેલી આઝાદી પર પણ નિયંત્રણ લાદી લીધુ હતું. જેને કારણે દત્તક પુત્રી અને તેનો પ્રેમી સપન રોષે ભરાયા હતા. બંનેએ ભેગા મળી તેમના પ્રેમમાં આડીખીલીરૂપ બનતા દંપત્તિનો કાંટો કાઢી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો.

 

દીકરીએ પિતાને પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા...અને માતાનું ગળુ ઝનૂનપૂર્વક કાપી નાંખ્યુ હતુ....વાંચવા માટે ફોટો બદલતા જાવ...

અન્ય સમાચારો પણ છે...