પોલીસીનો અમલ નહીં / પોલીસીનો અમલ નહીં/ વડોદરામાં 4 વર્ષથી સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસી અટવાઇ, હવે બનશે ટાઉન વેન્ડિંગ કમિટી

DivyaBhaskar.com

Dec 05, 2018, 02:53 PM IST
ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

* વર્ષ-2014માં કેન્દ્ર સરકાર દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસી અમલમાં મૂકવામાં આવી હતી
* સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસી 2015માં વડોદરા મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવી હતી, પરંતુ તેનો અમલ થયો નથી


વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકા છેલ્લા 4 વર્ષથી અટવાતી સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો તાત્કાલિક અમલ કરવા માટે આગળ વધી રહી છે. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ વડોદરા શહેરમાં 15 હજારથી વધુ લારી-ગલ્લા છે. મ્યુનિસિપલ કમિશનરે ટાઉન વેન્ડિંગ કમિટી બનાવવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતીમાં રજૂ કરી છે.

વડોદરામાં 4 વર્ષથી સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસી અટવાઇ

* સ્ટ્રીટ વેન્ડર પોલીસીથી સુઆયોજીત આયોજન થશે. ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ મળશે અને નક્કી કરેલા ઝોનમાં સ્વચ્છતા જળવાશે.
* સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો તાત્કાલિક અમલ કરવા માટે સભામાં અનેક વખત વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મ્યુ. કાઉન્સિલર અમી રાવત સહિતના કાઉન્સિલર્સ રજૂઆતો કરી ચૂક્યા છે.

કમિટી કેવી બનશે?

-ઓફિશિયલ 5 સભ્યો રહેશે

-ચેરપર્સન તરીકે મ્યુનિ. કમિશનર, મેડિકલ ઓફિસર, ચીફ ઓફ પ્લાનિંગ ઓથોરીટી અથવા તેના પ્રતિનિધી, આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરથી નીચેના હોય તેવા અધિકારી, એક મ્યુનિસિપલ અધિકારી, ટાઉન વેન્ડિંગ કમિટીના મેમ્બર સેક્રેટરી (ચેર પર્સન દ્વારા નિયુક્ત)

નોન ઓફિશિયલ 14 સભ્યો

-મ્યુનિસિપલ કાઉન્સિલર, 8 પ્રતિનિધી સ્ટ્રીટ વેન્ડર્સ (સર્વે કરાયેલ સ્ટ્રીટ વેન્ડર્સ પૈકી), 1 પ્રતિનિધી માર્કેટ અને ટ્રેડ એસોસિયેશન, 1 પ્રતિનિધી એન.જી.ઓ., 1 પ્રતિનિધી કોમ્યુનિટી બેઝ્ડ ઓર્ગેનાઇઝેશન, 1 પ્રતિનિધી રેસિડેન્ટ વેલ્ફેર એસોસોસિયેશન, 1 પ્રતિનિધી શહેરી વિસ્તાર નેશનલાઇઝડ બેંકના સભ્ય સહિત 14 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે.

સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનો અમલ કરો

લારી-ગલ્લા એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઇ સિંધાએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી અટવાઇ રહેલી સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસી (પ્રોટેકશન ઓફ લાઇવલી હુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ)નો તત્કાલિક અમલ થવો જોઇએ. સ્ટ્રીટ વેન્ડર પોલીસી એક્ટ મુજબ હોકિંગ જાહેર કરીને શહેરના સર્કલોથી દૂર કરવામાં આવેલા લારી-ગલ્લાઓને જગ્યાઓ આપવામાં આવે. અને માર્ગો પર નડતરરૂપ લારી-ગલ્લાવાળાઓને ચોક્કસ વિસ્તાર નક્કી કરીને તત્કાલ લાયસન્સ આપવામાં આવે. સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીના અમલથી લારી-ગલ્લાવાળાઓને રોજગારી મળવા સાથે શહેરમાં આડેધડ માર્ગો ઉપર ઉભી રહેતી લારીઓનો ત્રાસ દૂર થશે. અને શહેરની સુંદરતામાં વધારો થશે. એક વર્ષ પૂર્વે થયેલા સર્વે મુજબ શહેરમાં 15 હજારથી વધુ લારી-ગલ્લા નોંધાયા છે. આ પોલીસીનો સમગ્ર ગુજરાતની 159 નગર પાલિકામાં તત્કાલિક અમલ કરવામાં આવે તવી અમારી માંગણી છે.

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી