Home » Madhya Gujarat » Latest News » Vadodara City » New Vadodara will expand more than 10 million more than 16 lakh Teens and more than 500 schools

16 લાખ ટીનેજર્સ, 500થી વધુ સ્કૂલ હશે ન્યૂ વડોદરા 10 કિલોમીટર વધુ વિસ્તરશે

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 01:48 AM

40 લાખની વસ્તી અને 8 લાખ મકાનો હશે, રાજ્યનો સૌથી મોટો ફ્લાયઓવર બનશે, નાના સર્કલ પર 1 લાખ અને મોટા સર્કલ પર 12 લાખ વાહનો

 • New Vadodara will expand more than 10 million more than 16 lakh Teens and more than 500 schools
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  GSEB 500 સ્કૂલ 4,50,00 વિદ્યાર્થીઓ

  વડોદરા: 18 લાખની વસતીવાળા વડોદરાનો વ્યાપ 2030માં 10 કિ.મી.થી આગળ વધશે. વસતી 40 લાખ થશે. તેમાં 40% વસતી 5 થી 14 વર્ષના બાળકોની હશે. ડેવલપમેન્ટ પ્લાન વડોદરા-2030માં આ પ્રોજક્શન છે. આ દસ્તાવેજ ભાસ્કર પાસે છે. ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 હેઠળ વડોદરા અને આસપાસના 104 ગામોનો અભ્યાસ આ રિપોર્ટમાં છે. નવા વડોદરામાં 25 ગામોનો સમાવેશ થશે. અહીં 4 મહત્ત્વનાં સેક્ટરનો વિકાસ કેવો થશે તેનો ચિતાર આપ્યો છે, અને અંદરના પાને એક્સપર્ટની મદદથી નવા વડોદરા અને તેની સુવિધાઓને સમજવાનો પ્રયાસ કર્યો છે.

  સ્ટેટ બોર્ડની સ્કૂલમાં 4.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે

  હાલમાં ગુજરાત સ્ટેટ બોર્ડની માન્યતાવાળી 350 સ્કૂલ્સ છે તેમાં વધુ 150નો ઉમેરો થશે. તેવી જ રીતે, િવદ્યાર્થીઓની સંખ્યા પણ 4.50 લાખે પહોચશે. સેન્ટ્રલ બોર્ડની 40 સ્કૂલમાં 40 હજાર વિદ્યાર્થીઓ છે તેમાં બમણો વધારો થશે. આઇટી યુગમાં 2030 સુધીમાં સ્કૂલના ક્લાસરૂમમાં બોર્ડ ચોકનું સ્થાન પ્રોજેકટર-સ્ક્રીન લેશે.

  ફાયદો: પેરિફેરી વિસ્તારમાં નવી સ્કૂલો ખોલશે, તેનો ફાયદો નાગરિકોને મળશે. RTE હેઠળ મધ્યમવર્ગીય બાળકોને પણ નામાંકિત સ્કૂલ્સમાં એડમિશન મળશે.

  વધુ માહિતી માટે આગળ વાંચો....8 લાખ નવા આવાસો બનાવવા પડશે, મકાનો સસ્તા મળશે

 • New Vadodara will expand more than 10 million more than 16 lakh Teens and more than 500 schools
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  કુલ મિલકત 16.5 લાખ, આવસો 12.5 લાખ

  8 લાખ નવા અાવાસો બનાવવા પડશે, મકાનો સસ્તા મળશે

   

  18 લાખની વસતીમાં હાલમાં 4.50 લાખ મકાનો છે અને કોમર્શિયલ મિલકતો 1.50લાખથી વધુ છે. આ આંકડા છે છાણીથી માણેજા,વાસણા જકાતનાકાથી બાપોદ સુધીના. શહેરમાં ગગનચુંબી આવાસો બની રહ્યા છે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના પણ 30 હજારથી વધુ આવાસો ફાળવી દેવાયા છે.પાલિકા મિલકત વેરાની અાવકમાં વધારો થશે.

   

  ફાયદો: એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમના કારણે નાગરિકોને સસ્તા ભાવે મકાનો મળશે. ખાનગી-સરકારની સ્કીમ સાથે સ્પર્ધા હોવાથી ફાયદો થશે.

   

  વધુ માહિતી માટે આગળ વાંચો...રોડ પર મેડિકલ હેલ્થ નોડ બનશે 80 હેલ્થ સેન્ટર અને 250 હોસ્પિટલ

 • New Vadodara will expand more than 10 million more than 16 lakh Teens and more than 500 schools
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  80 હેલ્થ સેન્ટર અને 250 હોસ્પિટલ

  રોડ પર મેડિકલ હેલ્થ નોડ બનશે 80 હેલ્થ સેન્ટર અને 250 હોસ્પિટલ

   

  ત્રણ સરકારી હોસ્પિટલ અને 100 ખાનગી હોસ્પિટલવાળા શહેરમાં હેલ્થ સેક્ટર ખૂબ જ મહત્ત્વનું પાસું છે. પાલિકાએ પણ પાયાની સુવિધા માટે 34 હેલ્થ સેન્ટર ખોલ્યા છે.વડોદરા નજીકના 20 કિલોમીટરમાં મેડિકલ કોલેજોના કારણે 20 થી 100 બેડની હોસ્પિટલ પણ ખૂલી છે. 2030 સુધીમાં કલાલી ચાપડ રોડ પર 225 હેક્ટરમાં મેડિકલ હેલ્થ નોડ બનશે.

   

  ફાયદો: કેન્સર, હાર્ટ, ટયુમર માટે સુપર સ્પેશિયાલિટી હોસ્પિ.શહેર અને હેલ્થ નોડ વિસ્તારમાં વિસ્તરશે અને તેના કારણે મધ્ય ગુજરાતને ફાયદો મળશે.

   

  વધુ માહિતી માટે આગળ વાંચો...નવા ત્રણ ફ્લાય ઓવર શહેરના ટ્રાફિક જામનું ભારણ ઘટશે

 • New Vadodara will expand more than 10 million more than 16 lakh Teens and more than 500 schools
  રોજ 1 થી 12 લાખ વાહનો સર્કલ પરથી પસાર થશે

  નવા ત્રણ ફ્લાય ઓવર શહેરના ટ્રાફિક જામનું ભારણ ઘટશે

   

  16 ટ્રાફિક સર્કલ એવાં છે જ્યાં રોજનાં સરેરાશ 48 હજાર થી લઇને 5.23 લાખ વાહનો પસાર થાય છે. પિક અવર્સમાં 16 ટ્રાફિક સર્કલમાં તો દોઢ કિ.મી. સુધી વાહનોની લાંબી કતારો પડતી હોય છે. 2030 સુધીમાં રાજ્યનો સાૈથી લાંબો ફ્લાયઅોવર તૈયાર થઈ જશે જેથી 1 લાખથી લઇને 12 લાખ વાહનો આવાં સર્કલ પર ઓછાં કરવા નવા ફલાય ઓવર બનશે.

   

  ફાયદો: ટ્રાફિક જામની સમસ્યાના ઉકેલ રૂપે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વ્યાપ વધારવામાં આવશે અને વિસ્તાર મુજબ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વિકસાવવાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ