જબરદસ્તી / વડોદરામાં ન્યુરો સર્જને ફિઝિયોથેરાપિસ્ટ યુવતીને બ્લેકમેઇલ કરી સંબંધો બાંધ્યાનો આક્ષેપ

DivyaBhaskar.com | Updated - Feb 11, 2019, 10:34 AM
જેની સામે આરોપ છે તે ડોક્ટરની ફાઇલ તસવીર
જેની સામે આરોપ છે તે ડોક્ટરની ફાઇલ તસવીર
X
જેની સામે આરોપ છે તે ડોક્ટરની ફાઇલ તસવીરજેની સામે આરોપ છે તે ડોક્ટરની ફાઇલ તસવીર

  • તબીબના કરતૂતોથી ત્રાસેલી યુવતીએ જે.પી.પોલીસમાં અરજી કરી
  • યુવતીને કેરિયર ખતમ કરી ફોટા-વીડિયો જાહેર કરવાની ધમકી આપી

વડોદરાઃ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ જાણીતા ન્યુરો સર્જન તબીબ પર બ્લેકમેઇલ કરી શારિરીક સંબંધો બાંધ્યા હોવાના આરોપ લગાવતી અરજી જે.પી.પોલીસ સ્ટેશનમાં કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે. 

ડોક્ટરે યુવતી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો
1.ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, 2013માં અકોટા વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા જાણીતા ન્યુરો સર્જનને ત્યાં જોડાઇ હતી. તે સમયે તેને તેના ભાવી પતિ સાથેના સબંધોમાં મતભેદ થયેલા હોવાથી માનસિક તણાવમાં હતી અને તે બહાને ડોકટરે આ બાબતે ચર્ચા કરવાના બહાને લાભ લઇ છુટછાટ લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યારબાદ ડોક્ટરે સહાનુભુતી ઉભી કરીને બર્થ ડે વિશ કરવાના બહાને ચેમ્બરમાં બોલાવી કાઉચ પર સુવડાવી બળજબરીપૂર્વક શારિરીક સબંધ બાંધ્યો હતો.
ડોક્ટરે યુવતીને ફોટા જાહેર કરવાની ધમકી આપી
2.ડોક્ટરે પોતાની પત્નીને છુટાછેડા આપી લગ્ન કરવા માગે છે, તેવી વાતો કરીને ભોળવ્યા બાદ અવાર નવાર વાસદ પાસેના ફાર્મ હાઉસ પર લઇ શારિરીક સબંધો બાંધ્યા હતા.ત્યારબાદ જો આ વાત કોઇને કહીશ તો તને બરબાદ કરી દઇશ અને તારૂ કેરીયર ખતમ કરી દઇશ તેવી ધમકી આપી હતી. ડોકટરે મુંબઇ અને બેંગ્લોર તથા માલદીવ સહિતના સ્થળોએ પણ લઇ જઇ તેની સાથે સબંધો બાંધ્યા હતા. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, ગત 8 જાન્યુઆરીએ પણ ડોકટરે હોસ્પિટલમાં બોલાવી સબંધ બાંધ્યો અને ફોટા જાહેર કરવાની ધમકી આપી હતી. ડોકટરે તેની પત્નીને પણ મળવા દીધી ન હતી. 
આપણે અમિતાભ-રેખાની જેમ રહીશું
3.યુવતીએ જણાવ્યું હતું કે ડોકટરે મારા ડિવોર્સ કરાવ્યા બાદ ડોકટરે મને ઇ-મેઇલ કરી પૂર્વ પતિ સાથે જ લીવ ઇનમાં રહેવા જણાવ્યું હતું. ડોકટરે આ માટે મેઇલમાં મ્યુચ્યુઅલ કન્સર્ન મોકલ્યું હતું અને તેમાં બંને એકસ્ટ્રા અફેર્સ કરી શકશે તેમ પણ જણાવ્યું હતું. ડોકટર મને અમિતાભ-રેખાની જેમ રહેશું અને હું તારો સિક્રેટ લવર તરીકે રહીશ તેમ જણાવ્યું હતું. મે મારા ફોટા ડિલીટ કરવા વાંરવાર કહ્યું હતું પણ તેણે મને ઇમોશનલ બ્લેકમેઇલ કરી હતી.
ડોકટરની પૂછપરછ કરાશે
4.અરજીના આધારે યુવતીને રવિવારે બોલાવાઇ હતી અને તેનું ઉંડાણપૂર્વક નિવેદન લીધું છું. બનાવ જુનો છે, તેથી હાલ અરજીની તપાસ કર્યા બાદ ગુનો નોંધાશે. ડોકટરને પણ પૂછપરછ માટે બોલાવાશે. 
એન.એમ.બ્રહ્મભટ્ટ, પીઆઇ.જે.પી.પોલીસ સ્ટેશન 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App