નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, સપાટી 109.95 મીટર પર પહોંચી

ઉપરવાસમાં વરસાદને પગલે ડેમની સપાટી વધી, આજે 110 મીટર પાર કરે તેવી શક્યતા

Pravin Patvari

Pravin Patvari

Divyabhaskar.com | Updated - Jul 13, 2018, 01:58 PM
નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, સપાટી 109.95 મીટર પર પહોંચી
નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, સપાટી 109.95 મીટર પર પહોંચી

વડોદરાઃ ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ નર્મદા ડેમની સપાટી 109.95 મીટર પર પહોંચી ગઇ છે.

નર્મદા ડેમની સપાટી 109.95 મીટર પર પહોંચી

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનાં ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં વરસી રહેલા વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમની સપાટી સતત વધી રહી છે. હાલ નર્મદા ડેમમાં 9674 ક્યુસેક પાણીની આવક છે. જેથી નર્મદા ડેમની સપાટી 109.95 મીટર પર પહોંચી ગઇ છે. ડેમની સપાટી 110 મીટર થતાં IBPT ટનલ બંધ કરવામાં આવશે. હાલ ડેમમાં 3593.77 એમસીએમ પાણીનો જથ્થો છે. આજે સાંજ સુધીમાં નર્મદા ડેમની સપાટી 110 મીટરને પાર કરી જાય તેવી શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં નાંદોદમાં 1.75 ઇંચ, તીલકવાડા-3 ઇંચ , ગરૂડેશ્વર- 2.75 ઇંચ, ડેડીયાપાડા- 1.5 ઇંચ, સાગબારા- 14 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલો

ઉપરવાસમાં વરસાદને પગલે ડેમની સપાટી વધી, આજે 110 મીટર પાર કરે તેવી શક્યતા
ઉપરવાસમાં વરસાદને પગલે ડેમની સપાટી વધી, આજે 110 મીટર પાર કરે તેવી શક્યતા
નર્મદા ડેમની સપાટી 109.95 મીટર પર પહોંચી
નર્મદા ડેમની સપાટી 109.95 મીટર પર પહોંચી
X
નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, સપાટી 109.95 મીટર પર પહોંચીનર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, સપાટી 109.95 મીટર પર પહોંચી
ઉપરવાસમાં વરસાદને પગલે ડેમની સપાટી વધી, આજે 110 મીટર પાર કરે તેવી શક્યતાઉપરવાસમાં વરસાદને પગલે ડેમની સપાટી વધી, આજે 110 મીટર પાર કરે તેવી શક્યતા
નર્મદા ડેમની સપાટી 109.95 મીટર પર પહોંચીનર્મદા ડેમની સપાટી 109.95 મીટર પર પહોંચી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App