Divya Bhaskar

Home » NRG » Gujarat » Murthy Pratishtha Mahotsav in Swaminarayan Gurukul of the US

USના સ્વામિનારાયણ ગુરુકુળમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, વિદેશમાંથી 30 થી વધુ સંતો ઉપસ્થિત રહેશે

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 01:41 AM

અમેરીકાના એટલાન્ટા ખાતે તા.29 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી સ્વામી નારાયણ ગુરૂકુળ ખાતે 6 દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

  • Murthy Pratishtha Mahotsav in Swaminarayan Gurukul of the US

    વડોદરા: અમેરિકાના એટલાન્ટા સિટીમાં નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકૂળ ખાતે તા.29 ઓગસ્ટથી તા.3 સપ્ટેમ્બર સુધી 6 દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવ દરમિયાન ઉપસ્થિત રહેનાર ગુરુવર્ય પૂ.દેવકૃષ્ણદાસજી સ્વામીના સાંનિધ્યમાં ભાગવત્ કથા, મહાવિષ્ણુયાગ, સમૂહ મહાપૂજા, મહાઅભિષેક અને જન્માષ્ટમી ઉત્સવના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં ભારત સહિત વિવિધ દેશોમાંથી 30 થી વધુ સંતો ઉપસ્થિત રહેશે.એટલાન્ટામાં વસવાટ કરતા હરિભક્તોના પ્રયાસથી દુલુથ ખાતે 10 એકરની વિશાળ જગ્યામાં સ્વામિનારાયણ ગુરુકૂળનું નિર્માણ કરાયું છે.


    આ ગુરુકૂળનો પ્રારંભ ગત વર્ષે તા.4 નવેમ્બરે થયા બાદ ગુરુકૂળના મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી સીતારામજી, શ્રી ગણેશજી અને શ્રી હનુમાનજીની નયનાકર્ષક મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તા.29 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યું છે.


    સ્વામિનારાયણ ગુરુકૂળમાં આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે માહિતી આપતાં પૂ.પ્રભુ સ્વામી(પોઇચા સ્વામિનારાયણ મંદિર)એ જણાવ્યું હતું કે, એટલાન્ટાના ગુરુકૂળમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો અંતર્ગત તા.29 ઓગસ્ટથી 3 સપ્ટે.દરમિયાન રોજ સાંજે 5 થી 8 સુધી પુરાણી પૂ.કૃષ્ણપ્રિયદાસજી સ્વામીના વ્યાસપીઠપદે ભાગવત્ કથા પારાયણ યોજાશે. તા.31 ઓગસ્ટથી તા.2 સપ્ટે.સુધી 11 કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન કરાયું છે. તા.2 સપ્ટે.ના રોજ સમૂૂહ મહાપૂજા યોજાશે, જ્યારે તા.3 સપ્ટેમ્બરે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ,મહાઅભિષેક, અન્નકૂટ આરતી, મટકી ફોડ અને જન્માષ્ટમી ઉત્સવના કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending