તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતી પરિવારમાંથી આવતો શયાન વર્લ્ડ રોબોટ ઑલમ્પિયાડમાં ભારતનું પ્રતિનિધત્વ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ શહેરના સાયન વિસ્તારમાં રહેતા અને ગુજરાતી પરિવારમાંથી આવતા શયાન દોશીએ અમદાવાદ ખાતે યોજાયેલી નેશનલ રોબોટિકસ ચેમ્પિયનશીપમાં વિજેતા થઈને મુંબઈને વિશેષ ગૌરવ અપાવ્યું છે. તે નવેમ્બરમાં યોજાનારી વર્લ્ડ રોબોટ ઑલમ્પિયાડમાં 9થી 12 વર્ષની કૅટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઈન્ડિયા સ્ટેમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે 'ફૂડ મેટસ' થીમ આધારિત નેશનલ રોબોટિક્સ ચેમ્પિયનશીપ યોજાઈ હતી.


શયાને ચેમ્પિયનશીપની ઓપન કેટેગરીમાં લીધો હતો ભાગ 

 

અગામી મહિને થાઇલૅન્ડમાં યોજાનારી વર્લ્ડ રોબો ઑલમ્પિયાડમાં 9થી 12 વર્ષની કૅટેગરીમાં શયાન ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ચાર જ મહિનાની અંદર રોબો દ્વારા પ્રૉબ્લેમ સૉલ્વિંગ સ્કિલ રજૂ કરી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જીત હાંસલ કરી તેણે રોબોટિક વર્લ્ડના ફીલ્ડમાં પ્રવેશ મેળવ્યો છે. શયાને નેશનલ રોબોટિક્સ ચેમ્પિયનશીપની વિવિધ કેટેગરીઓમાંથી ઓપન કેટેગરીમાં ભાગ લીધો હતો.

 

ભારતના 12 શહેરોમાં યોજાય છે રોબોટિક ચેમ્પિયનશીપ

 

આ અંગે શયનના પિતા ચેતન દોશીએ જણાવ્યું છે કે, ‘ભારતનાં 12 શહેરોમાં યોજાતી રોબોટિક ચૅમ્પિયનશિપ આઠથી 25 વર્ષની ઉંમરના લોકો માટે હોય છે. આ માટે દરેક સ્પર્ધકે પોતાની ટીમ બનાવીને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. એક ટીમમાં કોચ સહિત ઓછામાં ઓછા ત્રણ જણ હોવા જરૂરી છે. શયાને તેના કોચ અજય પ્રકાશ અને જુહુની સ્કૂલના 11 વર્ષના સ્ટુડન્ટ ટ્રિમાન દાસ સાથે ટીમ બનાવી હતી. દરેક ઝોનમાં વિજેતા બનેલી ટીમ નૅશનલ લેવલની ચૅમ્પિયનશિપ માટે સિલેક્ટ થાય છે. અને નૅશનલ લેવલ પર જીતનાર WROમાં ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરે છે.

 

અગામી મહિનામાં ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનશિપ માટે શયાન થાઇલૅન્ડ જશે

 

શયાનના પિતાએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, શયાને સૌ પ્રથમ મુંબઈમાં આ સ્પર્ધા જીતી હતી. બાદમાં 15 અને 16 સપ્ટેમ્બરના અમદાવાદમાં આયોજિત નૅશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા થયો હતો. સૌથી નાની વયની શ્રેણીના કુલ 75 સ્પર્ધકોની ટીમમાં પણ તેની ઉંમર સૌથી ઓછી હતી. અગામી મહિનામાં ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનશિપ માટે શયાન થાઇલૅન્ડ જશે.

 

શયાનના રોબોએ 25 સેકન્ડમાં ફ્રુટસને ઓળખી બતાવ્યા 

 

ઓપન કૅટેગરીમાં ફૂડ પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન અને મૅનેજમેન્ટને લગતી સમસ્યાઓને રોબોની સહાયથી કઈ રીતે સરળતાથી ઉકેલી શકાય છે એ દેખાડવાનું હતું. આ બતાવવા વિવિધ રંગના લેગો બ્લૉક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં દરેક રંગના બ્લૉક્સ સ્પેસિફિક વસ્તુને ઇન્ડિકેટ કરે છે. ઉદાહરણ તરીકે લાલ રંગના બ્લૉક્સ એટલે ફ્રેશ ફૂટ્સ, લીલા રંગના બ્લૉક્સ એટલે કાચાં ફ્રૂટ્સ, પીળો રંગ એટલે વધારે પડતાં પાકી ગયેલાં ફ્રૂટ્સ અને સડી ગયેલાં ફ્રૂટ્સ બ્લુ રંગનાં. રોબોએ ગુણવત્તા અને રંગના આધારે ફ્રૂટ્સના પ્રકારને ઓળખી એની એક ચોક્કસ સ્થળે વહેંચણી કરવાની હતી. શયાનના રોબોએ આ કામ માત્ર 25 સેકન્ડમાં કરી 170 પૉઇન્ટ્સ મેળવ્યા હતા. અને તે વિજેતા બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...