ડભોઇમાં ધો.10ની છાત્રા પર યુવકે બળાત્કાર ગુજાર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડભોઇ: ડભોઇની નામાંકિત સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને તેના જ વિસ્તારમાં રહેતા યુવક એક્ટિવા પર  વઢવાણા ફરવા જવાના બહાને લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાએ યુવક, તેનો મિત્ર અને સહેલી વિરુદ્ધ ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોક્સો તેમજ બળાત્કારના ગુના હેઠળ ફરિયાદ લઈ ત્રણેયની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

 

બહેનપણી સહિત બે આરોપીઓ સામે ગુનો નોંધાયો

 

ડભોઇ પોલીસમાંથી બનાવની મળતી માહિતી મુજબ16 વર્ષીય સગીરાએ ફરિયાદ નોંધાવી હતી કે  તેના જ વિસ્તારમાં રહેતી બીજી યુવતી પણ તેની સાથે જ અભ્યાસ કરતી હોઈ તે અવારનવાર વિસ્તારના યુવક સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે કહેતી હતી. પરંતુ તેને ના પાડતા ગત તા-17 જાન્યુઆરીના રોજ બહેણપણીએ પેન લેવા જવાનું કહીને લઈ ગયા બાદ ત્યાંથી દુધીયાપીર બાજુ લઈ ગઈ હતી. ત્યાં વિસ્તારમાં રહેતા બે યુવકોમાં ગૌતમ શંકરભાઇ માળી અને સોહીલખાન મુન્નાખાન પઠાણ આવ્યા હતા અને તેઓ બહેનપણી સાથે વાતચીત કરવા લાગ્યા હતા.

 

એક એક્ટિવા લઈને આવેલ અને તે એક્ટિવા પર બહેનપણી બેસી ગયેલ તે સાથે સગીરાને પણ વઢવાણા તળાવ ફરવા જવાનું કહેતાં ના પાડી છતાં તેને બેસાડી જઈ પાછળથી બીજી મોટર સાઇકલ પર સોહીલ પઠાણ પણ વઢવાણા પહોંચ્યો હતો. ત્યારે બહેનપણી અને સોહેલ આગળ ઉભાં હતાં અને સગીરાને ગૌતમ માળીએ કહેલ કે હું તને પ્રેમ કરું છું, તું મારી સાથે પ્રેમ સંબંધ રાખ તેમ કહી તળાવની પાળની બાજુમાં આવેલ ઝાડીમાં ખેંચી ગયેલ અને બળજબરી કરવા લાગતાં સગીરાએ આવું ન કરવા જણાવવા છતા યુવકે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.

 

બાદમાં તળાવની પાળ પર બે કલાક જેટલો સમય બેસી રહ્યાં બાદ સોહેલ પઠાણની બાઇક પર બેસીને બન્ને યુવતીઓ ઘેર આવી હતી. બે દિવસ સુધી ઘરમાં ગુમસુમ બેસી રહેતાં માતાએ સગીરાની પૂછપરછ કરતાં સમગ્ર બનાવ સામે આવતાં માતા સાથે સગીર યુવતીએ બળાત્કાર ગુજારનાર ગૌતમ માળી તેમજ તેના મિત્ર અને સહેલી વિરુદ્ધ ફરિયાદ આપતાં ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર બનાવમાં બળાત્કારનો ભોગ બનનાર વિદ્યાર્થિની બહેનપણીની ભૂમિકા જ કેન્દ્ર સ્થાને હતી.

 

કોઇને વાત ન કરતી, આબરૂ જશે


યુવકે સગીરાને ઝાડીમાં લઇ ગયા બાદ તેણી પર બળાત્કાર ગુર્જાયો હતો. સગીરાએ મિત્ર તેમજ સહેલીને બૂમો પાડવા છતાં તે આવ્યાં નહીં અને દૂર ઉભાં કોઇ આવે નહીં તેનું ધ્યાન રાખી મદદગારી કરી હતી. જે બાદ સગીરા રડતી રડતી ઝાડીમાંથી બહાર આવતાં તેને ત્રણેય સમજાવતા હતાં કે કોઇને વાત કરજે નહીં. આપણી આબરૂ જશે.

અન્ય સમાચારો પણ છે...