તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મનુભાઇ મોરારભાઇ પટેલ ટોબેકો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પોલીસે દરોડો પાડ્યો | Manubhai Morarbhai Patel Tobacco Private Limited Co

મનુભાઇ મોરારભાઇ પટેલ ટોબેકો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પોલીસે દરોડો પાડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાદરા: પાદરાના જાસપુર રોડ પર આવેલી મનુભાઇ મોરારભાઇ પટેલ ટોબેકો પાદરા પ્રાઇવેટ લિ.કંપનીમાં પાદરા પોલીસે ચાર ઇસમોને પકડવા માટે છાપો મારી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે આજે છાપો મારતાં કંપની પર કોઇ જ મળી આવેલ નહોતું. હવે વડોદરાના નિવાસસ્થાન સહિત અન્ય જગ્યાએ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પાદરાના જાસપુર રોડ પર આવેલી મનુભાઇ મોરારભાઇ પટેલ ટોબેકો પાદરા પ્રાઇવેટ લિ.કંપનીમાં ડાયરેક્ટર તેમજ પુત્ર દ્વારા વિશ્વાસઘાત કરી ડાયરેક્ટરના ભાઇના 8162 શેર ટ્રાન્સફર કરી વેચી દેતાં છેતરપિંડી કરવા સાથે બનાવટી દસ્તાવેજ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી ગંભીર પ્રકારનું ગુનાઇત કાવતરું કરેલ હોવાની ફરિયાદ ડાયરેક્ટરના ભાઇ હર્ષદ મનુભાઇ પટેલાનાઓએ પાદરા પોલીસ મથકે આપી હતી.  

 

કંપનીના 40 લાખના 8162 શેર ચાર શખ્સોએ વેચી દીધા


પાદરા પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી કરી ડાયરેક્ટર નરેન્દ્રભાઇ પટેલ, પુત્ર જય પટેલ તેમજ શેર ખરીદનાર સાંગલી મહારાષ્ટ્રના શ્રીકાંત મરડા, અભિષેકજી મરડા સામે ગુનો નોંધાયો હતો.   જેમાં પાદરા પોલીસના જણાવ્યા મુજબ આજરોજ પાદરાના જાસપુર રોડ પરની ટોબેકો કંપનીમાં આરોપીઓને પકડવા માટે છાપો માર્યો હતો. 
પરંતુ કંપનીમાં કોઇ જ મળી આવેલ નહોતું. કંપનીના મુખ્ય ડાયરેક્ટર નરેન્દ્ર પટેલ, વિદેશ ભાગી ગયા બાકીના ત્રણ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.

 

મુખ્ય ડાયરેક્ટર નરેન્દ્ર પટેલ વિદેશ ભાગી ગયા હોવાનું જાણવા મળેલ છે


પાદરાના જાસપુર રોડ પરની મનુભાઇ મોરારભાઇ ટોબેકો પ્રાઇવેટ લિ. કંપનીનાં 20/05/1976થી રમાબેન પટેલ, નરેન્દ્ર પટેલ, હર્ષદ પટેલનાં નામો ડાયરેક્ટર હોદ્દા પર હતાં. સંયુક્ત ધંધો કરતાં હતાં. સાંગલીમાં ગોડાઉનમાં 8162 શેર હતા. જે હર્ષદ પટેલના જાણ બહાર વિશ્વાસઘાત છેેતરપિંડી કરી ખોટી સહીઓ કરી નરેન્દ્ર પટેલના પુત્ર જય પટેલનાઓએ સાંગલીના શ્રીકાંત મરડા અને અભિષેકને વેચી દેતા હોવાની ફરિયાદ હર્ષદ પટેલે પાદરા પોલીસ મથકે નોંધાવતાં આજરોજ કંપની પર પોલીસે છાપો માર્યો હતો.જોકે  ડાયરેક્ટર નરેન્દ્ર પટેલ વિદેશ ભાગી ગયા હોવાનું જાણવા મળેલ છે.- સંદીપ દેસાઇ, પીએસઆઇ,પાદરા

 

અન્ય સમાચારો પણ છે...