Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Live Rescue operation of seven death people in accident near vadodara

હાલોલ નજીક કાર અકસ્માતમાં 7 બાળકોના મોત, રેસ્ક્યુ ઓપરેશનના Live દ્રશ્યો

Divyabhaskar.com | Updated - Aug 12, 2018, 03:35 PM

મધરાતે સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ

  • Live Rescue operation of seven death people in accident near vadodara
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    હાલોલ-બોડેલી રોડ પર કાર અકસ્માતમાં 7 બાળકોના મોત, રેસ્ક્યુ ઓપરેશનના Live દ્રશ્યો

    હાલોલઃ હાલોલ-બોડેલી રોડ પર ભાટ ગામના વળાંક પર કાર નાળામાં ખાબકતા એક જ પરિવારના સાત બાળકોના મોત નીપજ્યા છે. મધરાતે સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

    બોડેલીના ખત્રી પરિવારના 7 બાળકોના મોત

    હાલોલ-બોડેલી રોડ પર શિવરાજપુર નજીક ભાટ ગામના પાટીયા પાસે રાત્રે પોણા બાર વાગ્યે કારનું ટાયર નીકળી ગયું હતું. જેથી કાર ગ્રીલ વગરના નાળામાં ખાબકી હતી. કાર નાળામાં ખાબકતા જ આસપાસ રહેતા લોકો બચાવ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ત્રણ લોકોને બચાવી લીધા હતા. પરંતુ કારમાં બેઠેલા બોડેલીના ખત્રી પરિવારના સાત બાળકોના મોત નીપજ્યા હતા. નાળામાં પાણી હોવાથી લોકોને રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી પડી હતી.

    ગત વર્ષે પણ પાવીજેતપુરના બાઇક સવાર ત્રણ યુવાનોના આ નાળામાં જ મોત થયા હતા. તંત્રની બેદરકારીને કારણે આજે અકસ્માતની વધુ એક ઘટના બની હતી. જેમાં સાત બાળકોના મોત નીપજ્યા હતા.

    વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલો....

  • Live Rescue operation of seven death people in accident near vadodara
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મધરાતે સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ
  • Live Rescue operation of seven death people in accident near vadodara
    બોડેલીના ખત્રી પરિવારના 7 બાળકોના મોત
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending