વડોદરામાં 1012 મહિલાઓના બે વખત અથર્વશીર્ષમ્‌ ના પાઠ

દરેક ઘરમાંથી એક બાળક રાષ્ટ્ર માટે સમર્પિત થાય તે પ્રકારના સંસ્કાર નારી આપી શકે: રાજમાતા શુંભાગિની દેવી

DivyaBhaskar.com | Updated - Sep 15, 2018, 01:47 AM
Lessons of Atharvishisham in 1012 women in Vadodara

વડોદરાઃ વિશ્વ માંગલ્ય સભા અને એસવીપીસી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સયાજી નગરગૃહ ખાતે શુક્રવારના રોજ બપોરે 1012 મહિલાઓએ બે વખત પાઠ કર્યા હતા. એસવીપીસીના મહેશ પંડ્યાએ જણાવ્યું કે, આ પ્રસંગે રાજમાતા શુંભાગિની દેવી, વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રિય અધ્યક્ષ વિષ્ણુ કોકજી, વિશ્વ માંગલ્ય સભાના આચાર્ય જીતેન્દ્રનાથજી અને આરએસએસની પ્રમુખ સેવિકા શાંતાક્કા ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજમાતા શુંભાગિની દેવીએ જણાવ્યું હતું કે, નારી શક્તિએ પોતાના બાળકમાં સંસ્કારનું સિંચન કરવું જોઈએ. દરેક ઘરમાંથી એક બાળક રાષ્ટ્ર માટે સમર્પિત થાય તે પ્રકારના સંસ્કાર નારી આપી શકે. આચાર્ય જીતેન્દ્રનાથજીએ જણાવ્યું કે, માતા બાળકને સંસ્કાર તો આપે જ છે. પરંતુ હવે નારી શક્તિને જાગૃત કરવી પડશે જેથી ભારતનું મંગળ થઈ શકે.

અથર્વશીર્ષમ્‌ શું છે?

અથર્વશીર્ષમ્‌ પાઠ ગણપતિની આરાધના છે અને મંગલકારી ગણાય છે. મુળ આ ઉપનિષદનો શ્લોક છે અને અથર્વ વેદમાં આવે છે. તેમાં ગણેશને બ્રહ્મા સાથે સરખાવામાં આવે છે. અથર્વ ઋિષને ગણેશજીના દર્શન થયા ત્યારે આ શ્લોક લખ્યો હતો. 16 મી કે 17મી સદીમાં મહારાષ્ટ્રના રંજણગાંવના ગણેશ મંદિરમાં આ શ્લોક ગાવાની પરંપરા શરૂ થઈ હતી.

X
Lessons of Atharvishisham in 1012 women in Vadodara
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App