- દીપડાના આતંકને કારણે લોકો ઘરની બહાર નીકળતા ડરે છે
વડોદરાઃ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફલોડ ગામમાં રવિવારે રાત્રે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. જેને પગલે ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વન વિભાગે દીપડાની શોધખોળ શરૂ કરી
1.ફલોડ ગામમાં દીપડાએ દેખા દેતા ગ્રામજનોએ તુરંત જ વડોદરા વન વિભાગને જાણ કરી દીધી હતી. જેથી વન વિભાગની ટીમે ફલોડ ગામની સીમમાં દીપડાની શોધખોળ હાથ ધરી છે. જોકે હજુ સુધી દીપડો મળ્યો નથી.