ધરપકડ / કરજણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ 7 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

કરજણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ 7 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે કરજણ પોલીસે ધરપકડ કરી
કરજણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ 7 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે કરજણ પોલીસે ધરપકડ કરી
7   લાખની કિંમતનો 147 પેટી વિદેશી દારૂ મળી આવ્યો
7 લાખની કિંમતનો 147 પેટી વિદેશી દારૂ મળી આવ્યો
X
કરજણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ 7 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે કરજણ પોલીસે ધરપકડ કરીકરજણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ 7 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે કરજણ પોલીસે ધરપકડ કરી
7   લાખની કિંમતનો 147 પેટી વિદેશી દારૂ મળી આવ્યો7 લાખની કિંમતનો 147 પેટી વિદેશી દારૂ મળી આવ્યો

  • દારૂના આ કેસમાં હજુ અન્ય બુટલેગરોના નામો ખુલવાની શક્યતા 

 

DivyaBhaskar.com

Jan 11, 2019, 02:30 AM IST

વડોદરાઃ કરજણ તાલુકના ચોરંદા ગામે બુધવારે મોડી રાત્રે પોલીસે દરોડો પાડી ખેતરના કૂવાની ઓરડીમાંથી રૂા. 7.05 લાખની વિદેશી દારૂની 1764 બોટલો ઝડપી પાડી હતી. દારૂનો આ જથ્થો દાણે જમીન રાખતા કરજણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખનો હોવાનું બહાર આવતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. રોહન સાથે મેથી ગામના મહિલા સચપંચનો પતિ હિતેશ ઉર્ફે સોમો પણ સંડોવાયેલો હોઇ તેની શોધખોળ હાથ ધરી છે. કરજણ પોલીસે અન્ય મળતિયાઓની પણ શોધખોળ હાથ ધરી છે.

 


 કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં આવેલા તલાવળી બાગમાં આવેલા શૈલેષ નગીનભાઈ પટેલનું ખેતર અને કૂવો આવેલો છે. શૈલેષ પટેલ અમેરિકા રહેતા હોવાથી તેમનું ખેતર અને કૂવો નિશાળીયા ગામમાં રહેતો અને કરજણ તાલુકા યુવા ભાજપનો ઉપપ્રુમખ રોહન કાંતિભાઈ પટેલ ઉર્ફે રોહન નિશાળીયા દાને કરે છે. આ કૂવાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળતાં કરજણ પીએસઆઇ ગઢવી અને દેસાઇએ બુધવારે મોડી રાત્રે 2:30 વાગે દરોડો પાડ્યો હતો.

 


 પોલીસે બેટરીના અજવાળે તપાસ કરતાં વિદેશી દારૂની 147 પેટીઓ પડેલી હતી. અંધારામાં દારૂની બોટલોની ગણતરી કરવી સુરક્ષાની દ્રષ્ટીએ હિતાવહ નહિ હોવાથી કરજણ પોલીસ સ્ટેશનમાં લઇ જઇ  ગણતરી કરતાં રૂા. 7.05 લાખની દારૂની 1764 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો ધંધો કરતાં યુવા ભાજપ ઉપપ્રમુખ રોહન નિશાળિયાની ધરપકડ કરી હતી. તપાસમાં મેથી ગામનો હિતેશ ઉર્ફે સોમો ઘનશ્યામ પટેલ પણ તેની સાથે દારૂનો ધંધો કરતો હોવાની વિગતો બહાર આવતાં પોલીસે તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. બંને સાથે આજોડના બૂટલેગરની પણ સંડોવણી હોવાની માહિતી મળતાં પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી