છોટાઉદેપુરઃ ભારે વરસાદથી ઢાઢર નદી બે કાંઠે, કંટેશ્વર ગામ સંપર્ક વિહોણુ બન્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુરઃ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે. ઢાઢર નદીમાં પાણીની આવક વધતા નદી કિનારે આવેલું કંટેશ્વર ગામ સંપર્ક વિહોણુ બની ગયુ છે. અત્યારે જે લોકો ગામમાં છે તે બહાર નીકળી શકતા નથી અને ગામની બહાર છે તે લોકો ગામની બહાર રહેવા જ મજબૂર બન્યાં છે.

 

 

સંખેડા તાલુકાનું કંટેશ્વર ગામ સંપર્ક વિહોણુ બન્યુ

 

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું કંટેશ્વર ગામ ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણુ બની ગયુ છે. કંટેશ્વર ગામેથી બહાર નીકળવા માટે નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ એ રસ્તાના નાળા ઉપર પાણી ફરી વળવાને કારણે તે રસ્તે પણ અવર-જવર હવે શક્ય નથી. જેથી હાલ કંટેશ્વર ગામ વિખૂટું પડી ગયુ છે. ગામમાં જવાનો રસ્તો બંધ થતાં વિદ્યાર્થીઓને શાળાએ જવાની પણ સમસ્યા સર્જાઇ છે. 

 

ઢાઢર નદીમાં આવેલા પુરને કારણે ડભોઇ અને વડોદરા ગ્રામ્યના 10 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં અમરેશ્વર, ગોવિંદપુરા, ભંભોઇ, કબીરપુરા, ગુણાત્રા, ઇટોલા અને પોર સહિતના ગામોનો સમાવેશ થાય છે.

 

 

વધુ તસવીરો જોવા માટે ફોટો બદલતા જાવ.....