ચીર વિદાય / પાદરાના જુના જનસંઘી કૃષ્ણલાલ પરનામીનું 90 વર્ષની વયે નિધન, મોદી સાથે કામ કર્યું હતું

DivyaBhaskar.com | Updated - Jan 11, 2019, 05:08 PM
કૃષ્ણલાલ પરનામીએ જનસંઘમાં મોદી સાથે કામ કર્યું હતું.
કૃષ્ણલાલ પરનામીએ જનસંઘમાં મોદી સાથે કામ કર્યું હતું.
X
કૃષ્ણલાલ પરનામીએ જનસંઘમાં મોદી સાથે કામ કર્યું હતું.કૃષ્ણલાલ પરનામીએ જનસંઘમાં મોદી સાથે કામ કર્યું હતું.

  • જનસંઘી કૃષ્ણલાલ પરનામીના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી
  • શનિવારે સવારે 10 કલાકે તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળશે 

વડોદરાઃ પાદરાના જુના જનસંઘી કૃષ્ણલાલ ગંગારામ પરનામીનું 90 વર્ષની વયે આજે નિધન થયું છે. 1950થી આરએસએસ સાથે સંકળાયેલા કિશનલાલ પરનામી જનસંઘ સમયે અનેક આંદોલનમાં અગ્રેસર રહ્યા હતા. 

 

 

કૃષ્ણલાલ પરનામીનો સિંધ પ્રાંતમાં જન્મ થયો હતો
1.કૃષ્ણલાલ પરનામીનો સિંધ પ્રાંતમાં જન્મ થયો હતો. આઝાદી પછી તેમનો પરિવાર જયપુર આવીને વસ્યો હતો. જ્યાંથી તેઓએ પાદરામાં આવીને વસવાટ કર્યો હતો. પાદરમાં તેઓ પરનામી શેઠ તરીકે જાણીતા હતા. તેમના બે પુત્રો વિજય અને અજય છે.
ઇમરજન્સી સમયે 18 મહિના સુધી જેલમાં રહ્યા હતા
2.કૃષ્ણલાલ પરનામી લાલકૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી, કેશુભાઇ પટેલ અને અશોક સિંઘલ સાથે જનસંઘમાં કાર્ય કર્યું હતું. તેઓએ ઇન્દિરા ગાંધીએ લગાવેલી ઇમરજન્સીમાં 18 મહિના સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો.
ભાજપમાં તેઓ છેલ્લે સુધી સક્રિય રહ્યા હતા
3.

કૃષ્ણલાલ પરનામી 1990માં પાદરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓ ચૂંટણીમાં હારી ગયા હતા. ભાજપમાં તેઓ છેલ્લે સુધી સક્રિય રહ્યા હતા. કિશનલાલ પરનામીનું નિધન થતાં તેઓના પાદરા ખાતેના નિવાસ સ્થાને ભાજપના કાર્યકરો, આગેવાનો અને સાથી મિત્રો દોડી આવ્યા હતા.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App