નવાયાર્ડમાં રાત્રે જૂના ઝઘડામાં બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારો થતાં અફરાતફરી

In the new yard, there was a fight between the two groups in the old quarrel and the rioting caused
Bhaskar News

Bhaskar News

Sep 12, 2018, 02:30 AM IST

વડોદરા: નવાયાર્ડ કેયા મોટર્સ પાસે આઇસક્રીમ પાર્લર નજીક સોમવારે રાત્રે બે જૂથ વચ્ચે જૂના ઝઘડાની અદાવતમાં મારામારી અને પથ્થરમારો થયો હતો. ઘટનામાં ત્રણને ઇજા પહોંચી હતી. નવાયાર્ડ હાજી પાર્કમાં રહેતા અનિશ ઇકબાલ રાજની માતા બીમાર હોવાથી સોમવારે રાત્રેે તેમના માટે આઇસક્રીમ લેવા માટે મિત્ર ઇરફાન પઠાણ સાથ અમુલ પાર્લર ખાતે આવ્યો હતો. તે સમયે ત્યાં બબલુ પઠાણ અને અરબાઝ પઠાણ , સાહિદ શેખ અને અન્ય 2 શખ્સ ત્યાં આવ્યા હતા અને તેમની વચ્ચે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી તમે બહુ દાદા થઇ ગયા છો તેમ કહી ઝઘડો કર્યો હતો.

બબલુએ આ લોકોને મારી નાંખો તેમ જણાવી અનિસના માથાના ભાગે સળિયો ફટકારતા અનિસ લોહીલુહાણ થઇ ગયો હતો. આ ઝઘડામાં ઇરફાન છોડાવવા પડતાં અરબાઝે તેને પાઇપના ફટકા માર્યા હતા, અન્ય 2 શખ્સોએ છૂટા પથ્થરો માર્યા હતા. અનિસ અને ઇરફાને બચાવવાની બૂમો પાડતાં આ શખ્સો ફરાર થયા હતા. અનિસની ફરિયાદથી પોલીસે પાંચ સામે રાયટિંગનો ગુનો નોંધ્યો હતો.બીજી બાજુ આજવા રોડ ચાચા નહેરુનગરના શાહિદ મુસ્તકીમ શેખે અનિસ અને ઇરફાન સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સામસામે ફરિયાદ નોંધી 2ની ધરપકડ હતી.

X
In the new yard, there was a fight between the two groups in the old quarrel and the rioting caused

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી