પત્નીને અશ્લિલ વિડીયો જેવી હરકતો માટે પતિનું દબાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: અશ્લિલ વિડીયો ક્લિપમાં દર્શાવ્યા મુજબની હરકતો કરવા દબાણ કરતા પતિથી ત્રાસેલી પત્નીએ મદદ માટે 181 મહિલા સુરક્ષા હેલ્પ લાઇનને ફોન કર્યો હતો. છોટાઉદેપુર વિસ્તારમાં બનેલા આ કિસ્સામાં આ યુવાન પોતાના બાળકોની હાજરીમાં જ પત્ની સાથે અશ્લિલ કૃત્ય કરવા દબાણ કરતો હોવાની કેફિયત પત્નીએ વર્ણવી હતી. મહિલા સુરક્ષા હેલ્પલાઇનની ટીમે યુવાનનું કાઉન્સેલિંગ કરી મોબાઇલમાંથી વિડીયો ક્લિપ દુર કરાવી હતી.


છોટાઉદેપુર વિસ્તારમાં બનેલા આ બનાવ મુજબ અમિનાબેન (નામ બદલ્યું છે)નામની મહિલાએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કરી પોતાની આપવિતી વર્ણવતા જણાવ્યું હતું કે તેનો પતિ કાલુ (નામ બદલ્યું છે) તેને સતત અશ્લિલ વિડીયો ક્લિપ દર્શાવી પરેશાન કરી રહ્યો છે અને તેને છુટકારો જોઇએ છે. મહિલા સુરક્ષા હેલ્પલાઇ્નની ટીમ અમિનાના ઘેર પહોંચી હતી અને તેની પુછપરછ કરી હતી. અમિનાએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં તેનો પતિ કાલુ મોબાઇલમાં અશ્લિલ વિડીયો ક્લિપ ડાઉનલોડ કરીને લાવ્યો હતો અને ત્યારબાદ તેણે આ વિડીયો ક્લિપ અમિનાને બતાવી હતી.

 

વિડીયો ક્લિપમાં જોઇને તે મુજબનું જ વર્તન કરી શારિરીક સબંધ બાંધવા કાલુએ તેને દબાણ કર્યું હતું. કાલુએ વારંવાર આ જ પ્રકારનું વર્તન કરવા દબાણ કરતાં તેણે પતિ કાલુને સમજાવા ભારે પ્રયાસ કર્યો હતો પણ કાલુએ પત્નીની મારુઝુડ કરી હતી. પત્ની કોઇને પોતાની વ્યથા કહી શકી ન હતી. આખરે થાકીને તેણે પોતાના ફળીયામાં રહેતી એક મહિલાને પોતાની વ્યથા જણાવી હતી.

 

મહિલાએ આ મામલે 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કરી મદદ માંગવા જણાવતાં તેણે આખરે હેલ્પલાઇનને ફોન કરતા  હેલ્પલાઇનની ટીમે અમિનાના પતિ કાલુને સમજાવી કાઉન્સેલિંગ કર્યુ હતું અને તેના મોબાઇલમાંથી વિડીયો ક્લિપ ડીલીટ કરાવડાવ્યું હતું. રેસ્કયુ ટીમે કાલુને સમજાવ્યું હતું કે પત્ની સાથે પણ બિભત્સ વર્તન કરવું કે તેની સાથે મરજી વિરુદ્ધ શારિરીક સબંધ બાંધવો પણ ગુનો છે. કાલુએ અંતે માફી માંગી હતી.

 

કાલુ બાળકોને પણ વિડીયો ક્લિપ બતાવતો


કાલુની મનોદશા એટલી હદ સુધી વિકૃત થઇ ગઇ હતી કે તેણે અશ્લિલ વિડીયો ક્લિપ પત્નીને બતાવવાની સાથે પોતાના બાળકોને પણ બતાવી હતી.એક રુમના રસોડામાં બાળકોની હાજરીમાં જ તે વિડીયો ક્લિપ મુજબનું વર્તન કરવા અમિનાને દબાણ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...