તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશના પ્રથમ મહિલા ફોટોગ્રાફરની અદભૂત તસવીરો, પૂર્વ પીએમ નહેરૂને કર્યા હતા ક્લિક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાઃ  દેશના પ્રથમ ભારતી મહિલા ફોટો જર્નાલિસ્ટનું બહુમાન મેળવનારા હોમાઇ વ્યારાવાલાએ પૂર્વ પીએમ જવાહલાલ નહેરૂથી લઇને અનેક એવી તસવીરો ક્લિક કરી હતી. જે આજે પણ યાદગાર બની રહી છે. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતેનાં રાજપથ ખાતેના પ્રજાસત્તાક પર્વની પ્રથમ આકાશી તસવીર લેવાનું બહુમાન પણ તેમના નામે છે. 

 

 

વડોદરામાં અંત્તિમ શ્વાસ લેનાર હોમાઈ વ્યારાવાલાનાં ઘણાં ફોટો આઇકોનિક સાબિત થયા

 

ગુજરાતના નવસારી જીલ્લામાં ૯મી ડિસેમ્બર ૧૯૧૩ ના રોજ મધ્યમ વર્ગીય પારસી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. હોમાઇ વ્યારાવાલાએ મુંબઇની બોમ્બે યુનિવર્સિટીમાં સર જે.જે. કોલેજ ઓફ આર્ટ ખાતે અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ૧૯૩૮માં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેમના કેરિયર દરમિયાન હજારોની સંખ્યામાં ફોટો પાડયા. તેમના ઘણાંખરા ફોટો ‘આઇકોનિક’ સાબિત થયાં હતાં. સૌ પ્રથમ તેમણે મુંબઇના પખવાડિક અંગ્રેજી મેગેઝીન ‘ધ ઇલસ્ટેટેડ વિકલી ઓફ ઇન્ડિયા’માટે કામ કર્યું હતું. તેમની કારકિર્દીમાં ભારતની આઝાદી વખતના પીઢ નેતાઓ જેવા કે પંડીત જવાહરલાલ નેહરુ, મોહનદાસ ગાંધી, એસ. રાધાક્રિશ્નન, સરદાર વલ્લભભાઇ પટેલ તેમજ ભારતની લોખંડી સ્ત્રી ઇંદિરા ગાંધી જેવા નેતાઓના તેઓ માનીતા ફોટોગ્રાફર રહ્યાં હતા. વ્યારાવાલાએ ત્રણ દાયકાથી વધુ સમય માટે ફોટોગ્રાફી કરી હતી. તેઓ પોતાની જીંદગીમાં સંપૂર્ણપણે સ્વાયત્ત રહ્યાં હતા. 

 

તેમના પતિના મૃત્યુ પછી એટલે કે ૧૯૭૩ પછી વડોદરામાં આવ્યા. વડોદરાના છાણી જકાતનાકા નજીકની દિવ્યલોક સોસાયટીમાં તેઓ રહેતા હતા. ૧૩ ના આંકડાં સાથે તેમને ખૂબ જ લગાવ હતો. આ આંકડાએ ક્યાં સુધી તેમનો પીછો નથી છોડ્યો. એ આ વાત પરથી સાબિત થાય છે કે તેમના જન્મનું વર્ષ પણ ૧૯૧૩ હતું. તેમજ તેમના લગ્ન પણ માત્ર ૧૩ વર્ષની ઉંમરે થઇ ગયેલા. તેમની સૌ પ્રથમ ગાડીની નંબર પ્લેટ પણ ‘DLD – 13’ હતી. તેમનું જીવન ધોરણ ખૂબ જ સાદુ હતું. 

 

જીંદગીના છેલ્લા તબક્કામાં તેઓ વડોદરાના પ્રાઇવેટ નર્સિંગ હોમમાં સારવાર લઇ રહ્યાં હતા. ત્યારે જ તેમણે ૧૫મી જાન્યુઆરી ૨૦૧૨માં 98 વર્ષની વયે અંત્તિમ શ્વાસ લીધા હતા. ૨૦૧૧માં હોમાઇ વ્યારાવાલાને ભારતનું બીજું સૌથી સર્વોચ્ચ સન્માન “પદ્મવિભૂષણ” થી નવાજવામાં આવ્યા હતાં. ભારતના પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ બનવાનું બહુમાન તેમના નામે હતું. 

 

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલો....