તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં મીઠાઇની દુકાનોમાં આરોગ્યના વિભાગનું ચેકિંગ, નમૂના લેવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મીઠાઇઓની દુકાનોમાં દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પેંડા, બરફી, ચોકલેટ બરફી જેવી વિવિધ મીઠાઇઓના નમૂના લઇ પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે રક્ષાબંધન પર્વને ધ્યાનમાં લઇ દરોડા પાડ્યા હતા.

 

 

વડોદરામાં મીઠાઇની દુકાનોમાં આરોગ્યના વિભાગનું ચેકિંગ

 

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરીજનોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળે તે માટે ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રક્ષાબંધન પર્વને લઇને આજે શહેરમાં મીઠાઇઓની દુકાનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન આરોગ્ય વિભાગને આરોગ્યને હાનિ પહોંચાડે તેવી કોઇ મીઠાઇ મળી આવી ન હતી.

 

આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના વડા ડો. મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ આજે બે ટીમો બનાવી શહેરની મિઠાઇઓની દુકાનોમાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. ન્યુ વી.આઇ.પી. રોડ, ગોત્રી, માંજલપુર, અલકાપુરી સહિત વિવિધ વિસ્તારોમાં આવેલી મિઠાઇની દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન મિઠાઇઓની દુકાનોમાંથી પેંડા, બરફી, હલવો, કાજુ કતરી, કોપરાપાક વિગેરે મિઠાઇઓના નમુના લઇ પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

 

આગળની સ્લાઇડમાં વાંચો....વેપારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે...