વડોદરામાં ખાણીપીણીનું વેચાણ કરનારાઓને આરોગ્ય વિભાગે સ્વચ્છતાના પાઠ ભણાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: પાણી-પુરી સહિત ખાણી-પીણીનું વેચાણ કરતા સ્ટ્રીટ વેન્ડરોને આજે વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવ્યા હતા. ખાણી-પીણીની ચીજવસ્તુઓના સ્થળ સ્વચ્છ રાખવા અને ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં ગુણવત્તાયુક્ત સામાન વાપરવા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.


આરોગ્ય વિભાગ દ્વારા ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરાઈ

 

પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં ફાટી નીકળતા ઋતુજન્ય રોગચાળા સામે સમગ્ર ગુજરાતમાં ખાણી-પીણી સામે આરોગ્ય વિભાગ દ્વારા ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં વડોદરા મહાનગર સેવા સદનના આરોગય વિભાગ ફૂડ એન્ડ સેફ્ટી, ગાંધીનગરની સૂચના અનુસાર શહેરમાં પાણી-પુરી સહિત ખાણી-પીણી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અને પાણી-પુરી વેચાણ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકાતા સ્ટ્રીટ ફૂડ વેન્ડરોમાં હતો ભારે રોષ ...

અન્ય સમાચારો પણ છે...