ક્રિકેટર હાર્દિક પંડ્યા નવા લુકના મોંડેલિંગ ફોટોને લઈ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો, લોકોએ કહ્યું ‘તું ગેંગસ્ટર જેવો દેખાય છે’

DivyaBhaskar.com

Sep 15, 2018, 02:30 AM IST
Hardik Pandya new look criticism on social media

વડોદરાઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલ રાઉન્ડર બરોડિયન હાર્દિક પંડ્યા પોતાનો લૂક વારંવાર બદલવા માટે જાણીતો છે. ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં કારમી હાર બાદ ભારત પરત ફરતાં ફરી એકવાર નવા લૂકની તસવીર શેર કરતાં ફેન્સ દ્વારા આકરી ટીકાઓ કરવામાં આવી રહી છે. આ વખતે ફેન્સે ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમને મળેલી કારમી હારનો ગુસ્સો જાણે હાર્દિક પર ઊતાર્યો છે. સોશિયલ મીડિયાના ટ્રોલ પર આ વખતે હાર્દિક માટે ‘પ્લેયર નહીં, જોકર છે’, ‘ મવાલી ટાઇપ લૂક’, ‘બાર ટેન્ડર’ અને ‘તું ગેંગસ્ટર જેવો દેખાય છે.’ જેવા પ્રતિભાવો આપ્યા છે.

આ ઉપરાંત એક ફેન દ્વારા મોડલિંગ છોડીને ક્રિકેટ પર ધ્યાન આપવાની વાત કરવામાં આવી છે તો બીજા એક ફેને ‘આપ બસ મોડલિંગ કરો ક્રિકેટ ઇઝ નોટ યોર બસ કી બાત..’ જેવી કમેન્ટ પણ કરી છે. આ ટ્રોલમાં એક ફેને લખ્યું છે કે, ‘ ઇસકો કોઇ રેપર બના દો, ઇસકા મન નઇ લગતા ક્રિકેટ મે, રેપર જેસે બુલિયા બના કે શો ઓફ કરતા રેહતા હૈ. હંમેશાં’ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં હાર્દિક પંડ્યાએ ચાર દાવમાં 4, 18, 52 અને 11 રન કર્યા હતા.

X
Hardik Pandya new look criticism on social media
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી