તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'જનમહલ': ગુજરાત હાઈકોર્ટનો કોર્પોરેશન અને ઈસ્કોન હાઈટસને હાજર રહેવા હુકમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાઃ સ્માર્ટ સિટી પ્રોજેકટ 'જનમહેલ'માં ભષ્ટ્રાચારનો આક્ષેપ કરતી પબ્લિક ઈન્ટરસ્ટ લિટીગેશન (પીઆઈએલ)ને માન્ય રાખી ગુજરાત હાઈકોર્ટે વડોદરા મહાનગર સેવા સદન અને ઈસ્કોન હાઈટસને અગામી તા. 18 જુલાઈએ હાજર રહેવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પીઆઈએલમાં કોર્પોરેશને 150 કરોડ રૂપિયાની જમીન 39 કરોડ રૂપિયામાં વેચી કૌભાંડ કર્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

 

પીઆઈએલમાં જમીનની પુનઃ ઈ-હરાજી કરવાની કરાઈ માંગ

 

ગુજરાત હાઈકોર્ટમાં અરજકર્તા અને ભાજપના કાર્યકર અરવિંદભાઇ સિંધાએ દાખલ કરેલી જાહેર હિતની અરજીમાં આક્ષેપ કર્યો છે કે રૂપિયા 150 કરોડની કિંમતની જમીન કોર્પોરેશન દ્વારા રૂપિયા 39 કરોડમાં વેચી મારવામાં આવતા કોર્પોરેશનને કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન થયું છે. તેમણે વધુમાં અરજીમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે હાલ વડોદરા મહાનગર સેવા સદન એક તરફ આર્થિક ભીંસમાંથી પસાર થઇ રહ્યું છે. અને બીજી બાજુ કોર્પોરેશન આર્થિક ખોટ કરી ભષ્ટ્રાચાર આચરી બિલ્ડરોને ફાયદો કરાવી રહ્યું છે ત્યારે આ જમીનની પુનઃ ઈ-હરાજી કરવામાં આવે. વધુમાં તેમણે આ જમીનને બજાર કિંમત પ્રમાણે વેચીને તમામ રકમ એક સાથે વસુલ કરવાની પણ રજૂઆત અરજીમાં કરી છે.

 

જમીન બજાર ભાવ કરતા ઓછી કિંમતે વેચવામાં આવી હોવાનો કરાયો આક્ષેપ

 

તેમણે કોર્ટ સમક્ષ ભષ્ટ્રાચારનો મુદ્દો રજૂ કરતા જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા હાલના જંત્રીના ભાવ પ્રતિ ચો. ફૂટ રૂપિયા 5,600 અને  બજાર ભાવ પ્રતિ ચો. ફૂટ રૂપિયા 10,000 હોવા છતાં ઇસ્કોન હાઇટ્સ લિ.ને અંદાજે રૂપિયા 150 કરોડની કિંમતની આ જમીન કોર્પોરેશને પ્રતિ ચો. ફૂટ રૂપિયા 3200ના ભાવે રૂપિયા 39 કરોડમાં વેચી દીધી છે. અને રૂપિયા 39 કરોડ રકમ કોર્પોરેશનને ચૂકવવા માટે ઇસ્કોન હાઇટ્સ લિ.ને 36 હપ્તા કરી આપવામાં આવ્યા છે.

 

'જનમહેલ' શરૂઆતથી જ ઘેરાયો છે વિવિધ વિવાદોમાં


ઉલ્લેખની છે કે વડોદરા મહાનગર સેવા સદન સ્માર્ટ સિટી અંતર્ગત સ્ટેશન વિસ્તારમાં 'જનમહેલ'નું નિર્માણ કરનાર છે. તેમાં નાગરિકોને પાર્કિંગ, શોપિંગ મોલ, ટ્રાન્સપોર્ટ હબ, હોટેલ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે. જોકે વડોદરા મહાનગર સેવા સદને જ્યારથી જનમહેલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, ત્યારથી તે વિવાદોમાં રહ્યો છે. જનમહેલ જ્યાં બનવાનો છે. ત્યાં હાલ જિલ્લા પંચાયત હસ્તક પથિક ભુવન છે. જે હેરીટેજ છે. આ હેરીટેજ બિલ્ડીંગ ઉપર બિલ્ડર દ્વારા દુકાનો બનાવવામાં આવનાર છે. જેની સામે કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવતે પણ જંગ છેડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...