તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવનાને પગલે ગરબા આયોજકો ચિંતામાં, પાણીના નિકાલ માટે અત્યાધુનિક મશીનો મૂકાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવનાને પગલે ગરબા આયોજકો ચિંતામાં, પાણીના નિકાલ માટે અત્યાધુનિક મશીનો મૂકાવ્યા - Divya Bhaskar
નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવનાને પગલે ગરબા આયોજકો ચિંતામાં, પાણીના નિકાલ માટે અત્યાધુનિક મશીનો મૂકાવ્યા

વડોદરાઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે 10 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રી દરમિયાન વડોદરા શહેરમાં વરસાદી ઝપટાં પડવાની સંભાવના છે. જેના કારણે વડોદરા શહેરના તમામ ગરબાના આયોજકો ચિંતામાં પડ્યા છે. જોકે આયોજકો દ્વારા વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં પાણીના નિકાલ માટે આયોજકોએ એક અલગ ટીમ જ ઉભી કરી છે. 

 

 

ગરબા મેદાનોમાં પાણીના નિકાલ માટે અત્યાધુનિક મશીનો મૂકાવ્યા

 

વડોદરા શહેરમાં યોજાતા નવલખી, યુનાઈટેડ-વે, મા શક્તિ જેવા મોટા આયોજકોએ વરસાદ બાદ ઝડપથી ગરબાનું ગ્રાઉન્ડ સુકાઈ જાય તે માટે અત્યાધુનિક મશીનો લગાવ્યાં છે. બીજી તરફ કેટલાક આયોજકોએ પીળી માટી અને કોરી ડસ્ટની ટ્રકો સ્ટેન્ડ બાય રાખી છે. આમ અલગ અલગ રીતે ગરબાના આયોજકોએ વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. 

 

નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ગરબા મહોત્સવના આયોજકો દ્વારા વરસાદી પાણી ભરાય તો નિકાલ માટે ખાસ પાઇપ લાઇન લગાવીને પ્રથમ વખત વ્યવસ્થા કરાઇ છે. 

 

કયા ગરબા મેદાન પર શું વ્યવસ્થા કરાઇ? 

 

યુનાઈટેડ-વે:- પાણીના નિકાલ માટેઢાળવાળું ગ્રાઉન્ડ બનાવ્યું છે, તેમજ કંતાનના કોથળા, પસ્તી, સ્પંજ તેમજ સકર મશીનનો ઉપયોગ કરાશે. આ સાથે પાણી કાઢવાના પંપ પણ તૈયાર રાખ્યા છે. 


મા શક્તિ:- પાણીના નિકાલ માટે 6 પમ્પ સ્ટેશન બનાવ્યાં છે. જ્યારે મેદાનની ચારે બાજુ નાળાં બનાવીને તૈયાર રાખ્યાં છે. આ નાળા મારફતે પાણી બહાર જતું રહેશે. જ્યારે 20 ટ્રક કોરી ડસ્ટ અને 10 ટ્રક પીળી માટીને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. 


નવલખી :- ગ્રાઉન્ડને ઊંધી રકાબી જેવું બનાવ્યું છે, ગ્રાઉન્ડની વચ્ચે 1 ફૂટ હાઈટ છે, જે છેડા સુધી જતાં 0 ફૂટ થઈ જશે. જેથી પાણી છેવાડા સુધી પહોંચશે. જયાં વરસાદી નીક બનાવી છે.આ નીકમાં પાણી ભરાતાં તે પાઈપ લાઈન મારફતે ચેમ્બરમાં પહોંચી વિશ્વામિત્રીની સુધી જશે. 

અન્ય સમાચારો પણ છે...