લવયાત્રી ફિલ્મના પ્રોડ્યુસર સલમાન ખાન અને કલાકારો સામે વડોદરા કોર્ટમાં ફરિયાદ

લવયાત્રી ફિલ્મના પ્રોડ્યુસર સલમાન ખાન અને કલાકારો સામે વડોદરા કોર્ટમાં ફરિયાદ
લવયાત્રી ફિલ્મના પ્રોડ્યુસર સલમાન ખાન અને કલાકારો સામે વડોદરા કોર્ટમાં ફરિયાદ

DivyaBhaskar.com

Sep 21, 2018, 03:57 PM IST

વડોદરાઃ સલમાનખાન નિર્મિત લવયાત્રી ફિલ્મના નામ સામે વિરોધ થયા બાદ ફિલ્મનું નામ બદલ્યા પછી પણ ફિલ્મ સામે ઉભો થયેલો અસંતોષ અટકતો નથી. લવયાત્રી ફિલ્મમાં ગરબાની પવિત્રતાનો ભંગ થઇ રહ્યો હોવાનો આરોપ લગાવી કારણ વગર ધાર્મિક વૈમનસ્ય ફેલાવાઇ રહ્યો હોવાનું જણાવી વડોદરાની કોર્ટમાં સલમાનખાન અને કલાકારો સામે ફરિયાદ કરવામાં આવી હતી. આગામી 27 સપ્ટેમ્બરે સમગ્ર મામલાની સુનાવણી યોજાશે.

 

 

લવયાત્રી ફિલ્મના પ્રોડ્યુસર અને કલાકારો સામે વડોદરા કોર્ટમાં ફરિયાદ

 

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતા મેઘાબેન પુરોહિત અને મકરપુરાના પ્રવિણ તરબદાએ પોતાના એડવોકેટ રંજન કુમાર ઝા મારફતે વડોદરાની ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં લવયાત્રી ફિલ્મના પ્રોડ્યુસર સલમાનખાન, કલાકારો આયુષ શર્મા અને વરીના હુસેના તથા ફિલ્મના ડાયરેકટર તથા ફિલ્મ સેન્સર બોર્ડના ચેરમેન સામે ફરિયાદ દાખલ કરી હતી. આ કેસની વધુ સુનાવણી આગામી 27 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે

 

ફરિયાદીઓએ જણાવ્યું છે કે, અમે હિન્દુ છે તથા માતાજી કે, જે અમારા આરાધ્ય શક્તિ માતા છે તેમનું અપમાન થાય તેવા બદઇરાદાથી માત્ર પૈસા કમાવવાના ઇરાદે અમારી ધાર્મિક લાગણી દુભાવી લવરાત્રી ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં દરેક જગ્યાએ નવરાત્રી પર્વ માત્રને માત્ર છોકરીઓના, સ્ત્રીઓના ઉપભોગ માટે જ હોય તે પ્રકારે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં હીરો-હીરોઇનની શારીરિક ચેષ્ટાઓ, તેમજ ગરબાના શબ્દો બદલવાના કારણે તથા આ ફિલ્મ સલમાનખાન બનાવી રહ્યો હોઇ ધાર્મિક વૈમનસ્ય, દુશ્મનાવટ, તિરસ્કારની લાગણીને પ્રોત્સાહન આપ્યું છે. મારી ધાર્મિક માન્યતાનું અવમૂલ્યન કરી અપમાન કર્યું છે. જેથી તેમની સામે કાર્યવાહી કરવા અમારી માંગણી છે.

X
લવયાત્રી ફિલ્મના પ્રોડ્યુસર સલમાન ખાન અને કલાકારો સામે વડોદરા કોર્ટમાં ફરિયાદલવયાત્રી ફિલ્મના પ્રોડ્યુસર સલમાન ખાન અને કલાકારો સામે વડોદરા કોર્ટમાં ફરિયાદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી