વડોદરાઃ ફાઈન આર્ટસ ફેકલ્ટીના વિધાર્થીઓએ યોજી રોબો રથયાત્રા

પ્રિન્સ અશોકારાજે ગાયકવાડ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢી

Divyabhaskar.com | Updated - Jul 14, 2018, 01:41 PM
Faulty of fine arts held Robo Rathyatra

વડોદરાઃ ફાઈન આર્ટસ ફેકલ્ટીના વિધાર્થીઓએ યોજી રોબો રથયાત્રા.

વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે રોબો રથયાત્રા કાઢવામાં આવી હતી. કમાટીબાગ રોડ ઉપર નીકળેલી રોબોયાત્રાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. તો બીજી બાજુ પ્રિન્સ અશોકારાજે ગાયકવાડ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ ભગવાના શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી.


ફાઈનઆર્ટસના વિધાર્થીઓએ કાઢી રોબો રથયાત્રા

ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા અષાઢી બીજના દિવસે રોબો રથયાત્રા કાઢવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 4 વર્ષથી અલગ-અલગ થીમ ઉપર રથયાત્રા કાઢવામાં આવે છે. આ વખતે 5મી રોબો રથયાત્રા કાઢવામાં આવી હતી. આ પાંચમી રથયાત્રા વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા મુજબ ફૂલના તાંગા થીમ સાથે રથને તૈયાર કરવામાં આવ્યો હતો.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, મહાત્મા ગાંધી યુથ ઓર્ગેનાઇઝેશને કર્યું હતું રથયાત્રાનું આયોજન...

Faulty of fine arts held Robo Rathyatra

મહાત્મા ગાંધી યુથ ઓર્ગેનાઇઝેશને કર્યું હતું રથયાત્રાનું આયોજન


મહાત્મા ગાંધી યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇન આર્ટ્સના વિદ્યાર્થી હર્ષ જોષી અને રવિન્દ્ર સોલંકી દ્વારા રોબો રથ બનાવવામાં આવ્યો હતો. આ રોબો રથ દોરી ખેંચો તો ઓટોમેટીક ચાલતો હતો. અને દોરી છોડી દો તો રથ જે તે સ્થળે ઉભો થઇ જાય છે.


મોટી સંખ્યામાં જોડાયા વિધાર્થીઓ


ફાઇન આર્ટ્સ કોલેજ ખાતેથી જય જગન્નાથના નાદ સાથે નીકળેલ રોબો રથયાત્રા હોમ સાયન્સ ફેકલ્ટી ખાતે સંપન્ન થઇ હતી. રોબો રથયાત્રામાં મોટી સંખ્યામાં ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ જોડાયા હતા. કમાટીબાગ રોડ ઉપર નીકળેલી રોબો રથયાત્રાએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, પ્રિન્સ અશોકારાજે ગાયકવાડ હાઇસ્કૂલમાંથી પણ નીકળી જગન્નાથ યાત્રા

Faulty of fine arts held Robo Rathyatra
Faulty of fine arts held Robo Rathyatra
Faulty of fine arts held Robo Rathyatra
Faulty of fine arts held Robo Rathyatra
X
Faulty of fine arts held Robo Rathyatra
Faulty of fine arts held Robo Rathyatra
Faulty of fine arts held Robo Rathyatra
Faulty of fine arts held Robo Rathyatra
Faulty of fine arts held Robo Rathyatra
Faulty of fine arts held Robo Rathyatra
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App