આતંકી હુમલો / ન્યુઝીલેન્ડમાં મોતને ભેટેલા વડોદરાના પિતા-પુત્રના મૃતદેહ પરિવારને નહીં સોંપાય, સામૂહિક દફનવિધિ થશે

DivyaBhaskar.com

Mar 17, 2019, 03:44 PM IST
Father and son body will not be handed over to the family from new zealand
X
Father and son body will not be handed over to the family from new zealand

  • ન્યુઝીલેન્ડની મસ્જિદમાં આતંકી હુમલાથી વડોદરાના મુસ્લિમોમાં રોષ ફેલાયો

વડોદરા: ન્યુઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચ ખાતે મસ્જિદમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લાપતા બનેલા વડોદરા શહેરના પિતા-પુત્રનું મોત થયાની પુષ્ટિ કરાઇ હતી. જોકે પિતા-પુત્રના મૃતદેહ પરિવારજનોને નહીં સોપવામાં આવે. શુક્રવારે તમામ મૃતકોની એક સાથે દફનવિધિ કરાશે તેમ ન્યુઝીલેન્ડ સરકારના સૂત્રો તરફથી પરિવારજનોને માહિતી મળી હતી. 
 
ન્યુઝીલેન્ડ સરકારે પિતા-પુત્રના મોતની પુષ્ઠી કરી હતી
1.ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકવાદી હુમલામાં 49 લોકોનાં મત્યુ થયાં હતાં. આ ઘટના બાદ ભારતના 9 લોકો ગાયબ હોવાનું સ્થાનિક પ્રશાસને જાહેર કર્યું છે. આ મિસિંગ લોકોની યાદીમાં વડોદરાના પાણીગેટ બહાર ધનાની પાર્કમાં રહેતા આરીફભાઇ અને ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા તેમના પુત્ર રમીઝનો પણ સમાવેશ થતો હતો. પરિવાર દ્વારા સતત સંપર્ક કરવા છતાં કોઇ પત્તો લાગ્યો નહોતો. જેથી રમીઝભાઇનાં સાસુ-સસરા અને કઝીન મોહસીન દ્વારા સાંસદનો સંપર્ક સાધી ન્યુઝીલેન્ડ માટે વિઝા મેળ‌વવા પ્રયાસ થયો હતો. આ દરમિયાન ન્યુઝીલેન્ડ સરકારે પિતા-પુત્રના મોત થયાની પુષ્ટિ કરી હતી. 
હુમલો થયો તે વિસ્તારમાં કોઇને જવા દેવાતા નથી
2.ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સ્થાનિક રહીશ અમિત ઠક્કરના જણાવ્યા મુજબ સમગ્ર વિસ્તારમાં કોઇને જવા દેવાતા નથી. ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ કરી દીધી છે. દવાખાનામાં પણ ઇજાગ્રસ્તોના સ્વજનોને જવા દેવાતા નથી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી