તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવતીઓને નગ્ન કરી કરાતી હતી તાંત્રિક વિધી, 8 થી 10 સ્થળોએથી મળ્યા પુરાવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાધલી: શિનોર તાલુકાના સાધલી, કુકસ, તેરસાની ગૌચરીમાં તાંત્રીક વિધિ થવાના સમાચારો ચમકતા મોટી કોરલના સુધાબેન શાહ છેલ્લા 6 દિવસથી ગુમ થયેલા હોય, તેમના સંબંધીઓ આજરોજ સ્થળ પર આવીને ગૌચરીમાં તપાસ કરતા નાના-મોટા 8થી 10 સ્થળે આવી વિધિઓ કરાતી હોવાના પુરાવા મળેલ છે.  તેરસા ગામની ગૌચરીમાં ત્રણ દાઢીવાળા દ્વારા યુવતિને નગ્ન કરી વિધિ કરાતી એક યુવાને જોઈ પાડતાં તેને મારવા દોડેલા પરંતુ યાુવાન ભાગી ગયો, આ સમાચારો વર્તમાન પત્રોમાં આજે ચમકતાં મોટી કોરલના શાહ સુધાબેન ચંપકલાલ છેલ્લા 7 દિવસથી ગુમ થયાની પાલેજ પોલીસમાં જાણવા જોગ નોંધ કરી હતી,

 

તેમના સંબંધીઓ વર્તમાનપત્રમાં સાડીના ફોટા જોતા અને સાડીનો કલર મેચ લાગતા સાધલી આવી પહોંચ્યા હતા. સેગવા મુકામે પોસઈને રૂબરૂ મળી રજૂઆત કરતા પોસઈને વડોદરા જવાનું હોય તેમણી સાથે સ્થળ મુલાકાત માટે એક પોલીસ કોન્સ્ટેબલ અને ગ્રામ રક્ષક દળના જુવાનને મોકલતા, કુકસ નર્મદા કેનાલની બાજુમાંથીર ત્રણ ખેતરો પસાર કરી ગૌચરીમાં પ્રવેશતા વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા ફોટાની સાડીઓ આજે ગુમ હતી. આગળ તપાસ કરતા અન્ય 7થી 8 સ્થળે તાંત્રીક વિધિના અનેક સાધનો જેમાં દવાની બોટલો, બોટલ ચઢાવવાની ટોટીઓ, બાળકોના અંડર ગાર્મેન્ટ, નાના લાકડાના ટુકડાઓ, પ્લાસ્ટીક વગેરે મળી આવ્યા હતા. જેમાંથી આવેલ પોલીસ દ્વારા પ્લાસ્ટીકની કોથળીમાં ત્રણ ખાલી લેબલ વગરની નાની બોટલો પુરાવા રૂપે લીધી હતી.

 

આમ શરૂઆતમાં એક સ્થળે તાંત્રીક વિધિની ચર્ચા પછી આજે પોલીસ તથા સંબંધીઓ તથા સાધલીના ભોમીયાએ સ્થળ સ્થિતિ ચાલુ વરસાદે તપાસતા અન્ય 7થી 8 સ્થળે ચીજ વસ્તુઓ મળી આવતા આ સ્થળે મોટી તાંત્રીક ગતિવિધી જણાઈ આવે છે. મોટી કોરલના સુધાબેન શાહના મિલ્કત સબંધી ઝઘડાઓ ચાલે છે એ પાલેજ ગામે ભાણા કુનાલ (મોન્ટુ)ની સહી કરાવી પરત મોટી કોરલ આવવા નીકળેલા પરંતુ ઘરે પહોંચતા ન હતા. પરંતુ ત્રણ દાઢીવાળા દ્વારા એક યુવતિની તેરસા ગૌચરીમાં તાંત્રીક વિધિ અને સ્થળના ફોટાઓ ચમકતા આજે સાધલી-કુકસ આવી પહોંચ્યા હતા. કેમકે સુધાબેનના મોબાઈલનું છેલ્લુ લોકેશન સાધલી આવતું હતું.

 

 

ત્યારબાદ ફોન બંધ માલુમ પડ્યો હતો. તેઓના માસીના દિકરા પીન્ટુભાઈ શાહ તથા ભાણેજપુત્ર કુનાલ ઉર્ફે મોન્ટુ દ્વારા શિનોર પોલીસને ઝડપી તપાસ કરવા માંગ કરેલ છે.  સ્થળ પર આવેલા પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ જણાવે છે કે આ સ્થળે ગીચ ઝાડીઓ છે. ઘણી જગ્યાએ સાફ કરેલ હોય તાંત્રિક વિધિ થતી હોય એમ લાગે છે. દવાની ખાલી બોટલો લીધેલ છે. તે અંગે તજજ્ઞનો અભિપ્રાય લઈ કાર્યવાહી હાથ ધરાશે. પોલીસ દ્વારા આખી ગૌચરીના તપાસ થાય તો અન્ય ઘણી વિગતો બહાર આવે તેમ છે.