ધરપકડ / લાંચમાં જેલમાં ગયેલી PF ઓફિસર પત્નીનું Rs.30 લાખનું અધૂરું કામ કરવા જતાં પતિ 5 લાખની લાંચ લેતાં પકડાયો

પારુ તિવારી અને તેના પતિની ફેસબુકમાંથી લીધેલી તસવીર
પારુ તિવારી અને તેના પતિની ફેસબુકમાંથી લીધેલી તસવીર
X
પારુ તિવારી અને તેના પતિની ફેસબુકમાંથી લીધેલી તસવીરપારુ તિવારી અને તેના પતિની ફેસબુકમાંથી લીધેલી તસવીર

  • એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારીની CBI દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે
  • 3 મહિના પહેલા રજનીશ તિવારીની પત્ની પારૂ તિવારી એક લાખની લાંચ લેતા ઝડપાઇ હતી
  • પત્નીએ અગાઉ 30 લાખ માગ્યા હતા, નોટિસની પતાવટ માટે પતિ રજનીશે ~20 લાખ માગ્યા
  • 16 સભ્યોની ટીમની PF ઓફિસ અને રજનીશના ઘરે સર્ચ :  4 લાખ રિકવર કર્યા 

DivyaBhaskar.com

Jan 12, 2019, 11:13 AM IST

વડોદરાઃ વડોદરા શહેરના અકોટ વિસ્તારમાં આવેલી પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારી 5 લાખ રૂપિયાની લાંચ લેતા સીબીઆઇના હાથે ઝડપાયો છે. 

1. પ્રેમ લગ્ન કરી 58 દિવસમાં એક જ ડિપાર્ટમેન્ટમાં જોડાયાં
રૂા.5 લાખની લાંચ લેતા સીબીઆઈના હાથે પકડાયેલા રજનીશ તિવારી તા. 24 જૂન 1998ના રોજ વડોદરા ખાતે આવેલ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે જોડાયો હતો જ્યારે તેની પત્ની પારુ  તિવારી તા. 20 ઓગસ્ટ 1998 એટલે કે 58 દિવસ બાદ આજ ઓફિસમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે જોડાઇ હતી. અેક સાથે કામ કરતા બંને ઓફિસરે તા. 2 માર્ચ 2012ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. 
2. 3000 થી વધુ ઘર બનાવનાર કંપનીને નોટિસ અાપી હતી
 ઓ.પી રોડ પાસે આવેલ કન્સ્ટ્રક્શન કંપનીએ અત્યાર સુધી 28 લાખ સ્કે.ફૂટ બાંધકામ, 31 મોટા પ્રોજેક્ટ અને 3000થી વધુ ધર વિવિધ જગ્યાએ બનાવ્યા છે. પરંતુ તેઓના કાયમી કર્મચારીઓ પૈકીના કેટલાક કર્મચારીઓનો પી.એફ કાપતો નથી. તે સંદર્ભે કંપનીને પી.એફ વિભાગે નોટિસ આપી હતી. આ નોટિસના  સંદર્ભે  પારૂ તિવારીને આ કેસ સોંપવામાં આવ્યો હતો. જે પેટે પારૂએ કંપની પાસેથી લાંચ પેટે 30 લાખ માંગ્યા હતા. પરંતુ બીજા કેસમાં લાંચ લેવા બાબતે પારૂની ધરપકડ થતા આ કેસ તેમના પતિ રજનીશ તિવારીને સોંપવામાં આવ્યો હતો. ત્યારે રજનીશે આ કેસની પતાવટ માટે કંપની પાસેથી 20 લાખ લાંચ પેટે માંગી 10 લાખમાં નક્કી કર્યું હતું. પરંતુ 5લાખ લેતા પકડાઈ ગયો હતો.
3. 14 બિલ્ડર ગ્રૂપો પર કરેલા દરોડામાં પણ રજનીશ હતો
11 અોગસ્ટ 2015ના રોજ પીએફ ઓફિસની 4 ટીમોએ અક્ષર રિયાલિટી ગ્રૂપ સહિત 14 બિલ્ડરોને ત્યાં દરોડા પાડ્યા હતાં. આ દરોડામાં રજનીશ તિવારી પણ જોડાયેલો હતો. તપાસમાં 717 કામદારોનું  પીઅફ નહિ કપાતું હોવાનું શોધી કાઢી શોકોઝ નોટિસો આપી હતી. અધિકારીઓએ કામદારોને તેનું પીએફ કાપવામાં આવે છે કે નહિ તેવા સીધા સવાલ કર્યા હતાં.પીએફ અોફિસના કર્મચારીઓ તેમજ આસપાસના લોકોને પૂછતા રજનીશ સ્વભાવે સારો પણ રૂપિયા માટે હંમેશા તત્પર રહેતો હતો. 7 વર્ષ પહેલા ભરૂચમાં પણ તેમનો આવો જ ઇસ્યુ થયો હતો. ડ્રાઇવરોની લારી તેમજ  નજીક ફ્લેટોના સિક્યુરીટી સાથે બેઠકોમાં રજનીશની અઠવાડિયામાં અાવી 3-4 બેઠકો થતી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
4. રજનીશ તિવારીએ કંપનીના સર્વેની કામગીરી માટે 20 લાખ રૂપિયા માંગ્યા


વડોદરાની કંપનીના સર્વેની કામગીરી માટે રજનીશ તિવારીએ 20 લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે કંપનીના સંચાલકને લાંચ આપવી ન હોવાથી તેઓએ ગાંધીનગર સીબીઆઇને આ અંગે 
ફરિયાદ કરી હતી. 

5. જેથી સીબીઆઇએ છટકુ ગોઠવીને રજનીશ તિવારીને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. 

પ્રથમ હપ્તો સ્વીકારતી વખતે સીબીઆઇએ ઝડપી પાડ્યા

20 લાખ પૈકી 5 લાખનો પ્રથમ હપ્તો સ્વિકારતી વખતે સીબીઆઇની ટીમે રજનીશ તિવારીની ઝડપી પાડ્યા હતા. પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારી કેન્દ્રીય કર્મચારી
હોવાથી સીબીઆઇએ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી