Home » Daxin Gujarat » Latest News » Narmada » Education minister bhupendarasinh chudasama visit of narmada district

CMએ નહીં પણ હાર્દિકે રાજીનામું આપવું પડશેઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Divyabhaskar.com | Updated - Jun 15, 2018, 10:48 PM

કેટલાક લોકો નેતા બનવા માટે સમાજો વચ્ચે ખીણ ઉભી કરી રહ્યા છેઃ શિક્ષણમંત્રી

  • CMએ નહીં પણ હાર્દિકે રાજીનામુ આપવુ પડશેઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા

    નર્મદાઃ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજે નર્મદા જિલ્લાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ બે શાળામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી હતી. આ સમયે પાસ નેતા હાર્દિક પટેલના નિવેદન પર ટોણો મારતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી નહીં પણ પરિસ્થિતિ જોતા હાર્દિકે રાજીનામું આપવું પડશે.

    કેટલાક લોકો નેતા બનવા માટે સમાજો વચ્ચે ખીણ ઊભી કરી રહ્યા છેઃ શિક્ષણમંત્રી

    રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યુ હતુ કે, સવર્ણ અને દલિત તેમજ આદિવાસી સમાજને એકબીજા વિના નહીં ચાલે. અને કેટલાક લોકો નેતા બનવા માટે સમાજો વચ્ચે ખીણ ઉભી કરી રહ્યા છે. ગુરૂવારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે જિલ્લામાં મોટાભાગના શિક્ષકો દારૂ પીવે છે અને જુગાર રમે છે. જે અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, સાંસદ મનસુખ વસાવા ખોટા છે. એમની પાસે કોઈ શિક્ષક દારૂ પીતા હોય તેવી માહિતી હોય તો તંત્રને આપવી જોઈએ. તો છોટાઉદેપુરમાં શાળાને તાળાબંધી બાબતે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતુ કે, શાળા પ્રવેશ થવા દેવો જોઈએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ