શ્રીજીના પંડાળોની આગળ પડદા નહીં રખાય, દર્શન માટે ટિકિટ નહીં

ગુરુવારથી શરૂ થતા ગણેશોત્સવમાં પોલીસના 5 મોટા નિર્ણય: ગલીઓમાં પણ પેટ્રોલિંગ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 01:16 AM
Do not keep the screen in front of Shreeji's wings, not a ticket for rehearsals

વડોદરા: ગણેશોત્સવ શાંતિપૂર્વક પાર પાડવા શહેર પોલીસે ગણપતિની સ્થાપના અને વિસર્જન માટે 5 મહત્વના નિર્ણયો લીધા છે. ગણેશ પંડાલોની આગળ પડદા રાખી દર્શન માટે ટિકિટથી નાણા ઉઘરાવવા સામે મનાઇ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પહેલીવાર મુખ્ય રોડની બંને તરફ અંદરની બે ગલીઓ સુધી પોલીસ તૈનાત કરાશે. આ ઉપરાંત ચાર દરવાજા વિસ્તારમાં ચારથી વધુ વ્હીલના વાહનમાં શ્રીજીની મૂર્તિ નહિ લઇ શકાય, કોઇના ઘરે બહારગામથી મહેમાન આવ્યા હશે તો પોલીસને જાણ કરવી પડશે તેમજ ગણેશોત્સવના 10 દિવસ બાંધકામ બંધ કરવું પડશે તેવું પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌતે જણાવ્યું છે.


વધુમાં ગહલૌતે કહ્યું છે કે, 13 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્સવમાં શહેરમાં 5 હજારથી વધુ મૂર્તિનું સ્થાપન થનાર છે. કેટલાંક મંડળો ગણેશના પંડાલની આગળ પડદા મૂકી દર્શન માટે ટિકિટ રાખી તેના પેટે નાણાં ઉઘરાવતાં હોય છે. મંડળો આ રીતે પડદા રાખી ટિકિટ વેચાણ કરી રૂપિયા ઉઘરાવી નહિ શકે. આ સંદર્ભે તેમણે જાહેરનામુ બહાર પાડ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારનાં નાણાં ઉઘરાવવામાં આવતાં હશે તો લોકો પોલીસ કંટ્રોલરૂમ કે પોલીસને જાણ કરી શકશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત ચાર દરવાજા વિસ્તારમાં ચાર વ્હીલ કરતાં મોટાં ટ્રેઇલરમાં શ્રીજી પ્રતિમાને લઇ જવાથી દરવાજાને નુકસાન થઇ શકે તેમ હોઇ તેના પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ચાર દરવાજા વિસ્તારમાં ગણેશ મહોત્સવ દરમિયાન કોઇના ઘરે બહારગામથી મહેમાન આવ્યા હોય તો પોલીસને જાણ કરવી તેમજ ઘર પાસે બાંધકામની માટે ઇંટો કે પથ્થર પડ્યા હશે તો તેને પણ હટાવી લેવાની તેમજ ગણેશ મહોત્સવના દસ દિવસ માટે બાંધકામ બંધ રાખવાની સૂચના અાપી છે.


મહોસ્તવને કોમીએખલાશના વાતાવરણમાં પાર પાડવા માટે છેલ્લાં 5 વર્ષમાં થયેલા કોમી તોફાનોનો સરવે કરી 10 હજાર પોલીસ કર્મીઓને તૈનાત કરાશે. ભૂતકાળમાં અંદરથી પથ્થર પડ્યો હોવાની અફવા કે કાંકરીચાળાના કારણે પણ તોફાન થયાંં હોઇ મુખ્ય રસ્તાથી અંદર 2 ગલી સુધી પોલીસ તૈનાત રખાશે. પોલીસ મ્યુઝિક સિસ્ટમ, પતરાં અને હેલોજન પણ લગાવશે.19મીએ જૂનીગઢીનું વિસર્જન,20મીએ કતલની રાત, 21મીએ મહોર્રમ અને 23મીઅે ગણેશ વિસર્જન હોવાથી બંને કોમના લોકો સાથે બેઠક કરી છે, આરતી તેમજ નમાજનો સમય એકસાથે ના થાય તેવી આગેવાનોએ ખાતરી આપી હોવાનું પોલીસ કમિશ્નરે કહ્યું છે.

ચાર દરવાજા વિસ્તારમાં આ ત્રણ નિયમો...
1. ચાર વ્હીલરથી મોટાં વાહનો પર રોક લગાવાઇ
2. ઘરે મહેમાન આવે તો પોલીસને જાણ કરવી પડશે
3. 10 દિવસ તમામ બાંધકામો બંધ રાખવાં પડશે

શહેરમાં અત્યાર સુધી 1930 મંડળોએ શ્રીજી સ્થાપનાની મંજૂરી માગી

-શહેરમાં અત્યાર સુધી 1930 મંડળોએ શ્રીજી સ્થાપના માટે પરવાનગી માગી છે. આ ઉપરાંત અન્ય નાની-મોટી મળી 5000થી વધુ ગણેશ મૂર્તિની સ્થાપના થશે.
-ચાર દરવાજા વિસ્તાર સહિત 7 પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારમાં 200 સીસીટીવી લગાવ્યા છે. 70 જેટલી જગ્યાઓ પર વધુ 150 કેમેરા જૂનીગઢીના વિસર્જન પહેલાં લગાવાશે. 10 કંટ્રોલરૂમ ઉભા કરી 350 સીસીટીવીનું મોનિટરિંગ કરાશે.
-પ્રહરી વાહન અને 3 નેત્ર (ડ્રોન) સુપરવિઝન કરશે.સંવેદનશીલ વિસ્તારનાં ધાબાંઓ પર સરવે કરાશે . કોઇ ધાબા પર પથ્થર, ઇંટો કે રોડાં પડ્યાં હશે તો તેને હટાવી લેવાશે.
-શહેરમાં 5 હજાર કરતાં વધુ શ્રીજીનું 4 કૃત્રિમ સહિત 31 તળાવમાં વિસર્જન કરાશે. 7મા દિવસે 250 અને છેલ્લા દિવસે 1500 મૂર્તિ વિસર્જિત થશે જ્યારે બાકીની અન્ય દિવસોમાં થશે. નવલખીમાં કૃત્રિમ તળાવ તૈયાર થઇ ગયું છે. લેપ્રસી ગ્રાઉન્ડ, દશામા મંદિર અને સોમા તળાવ પાસેનાં 3 તળાવ 15મી સુધી તૈયાર થઇ જશે. આ તળાવો પર 43 મોટી ક્રેઇન ઉપરાંત નાની ક્રેઇનથી ચારે તરફથી મૂર્તિ વિસર્જન થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે.
-કોમી એખલાસથી મહોત્સવ ઉજવાય તે માટે અત્યાર સુધી 4000 જેટલાં અસામાજિક તત્ત્વો સામે અટકાયતી પગલાં ભર્યા છે. 28 ને પાસા અને 22 ને તડીપાર કરાયા છે.
-સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે સાયબર સેલમાં કમ્પ્યૂટર અેન્જિનિયર અધિકારીઓ અને કર્મચારી મળી 13 જણની નિમણૂક કરાઇ છે. સરકારે 50 લાખનું મશીન ફાળવ્યું છે. પોલીસ સ્ટાફ તેનાથી વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર વોચ રાખશે.
-ડીસીબી પીસીબીની ટીમ ગણેશ યાત્રાઓમાં પીકપોકેટર પર નજર રાખશે. તેમને અત્યારથી જ ટાર્ગટ કરવાનું શરૂ કરી દીધું છે.
-ડી.જે. પર ધાર્મિક ગીતોના સ્થાને વલ્ગર ગીતો વગાડાતાં હોવાની તેમજ ચાર દરવાજા વિસ્તારમાં ડી.જે.ના મોટા અવાજના કારણે જૂનાં મકાનોમાં વાઇબ્રેશન થતાં હોવાની ફરિયાદો મળી છે. ડી.જે. એસોસિયેશને સામેથી જ પોલીસને રજૂઆત કરી છે. પોલીસ 13મીએ ડી.જે. એસો. સાથે બેઠક કરી આ અંગે તાકીદ કરશે.

કેવો બંદોબસ્ત ગોઠવાશે

પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરની આ ટીમ ,DCP અને ASPકક્ષાના અધિકારી13, DySP અને ACP 25,PI 80,PSI 350,ASI, હે.કો. ,પો.કો3000 રેપિડ એક્શન ફોર્સ2 કંપની
સ્ટેટ રિઝર્વ પોલીસ 10 કંપની
હોમગાર્ડ 3000

X
Do not keep the screen in front of Shreeji's wings, not a ticket for rehearsals
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App