કૃણાલ પંડ્યા - પંખુરીએ કરાવ્યું મેરેજ રજીસ્ટ્રેશન, 27 ડિસે. મુંબઇમાં લગ્ન

ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા સહિત સંબંધીઓ અને મિત્રો હાજર રહ્યા

divyabhaskar.com | Updated - Dec 30, 2021, 04:23 PM

વડોદરાઃ મુંબઇ ઇન્ડિયન્સ અને ઇન્ડિયા-એ ટીમના સ્ટાર ક્રિકેટર કૃણાલ પંડ્યા તેની ફિયાન્સ પંખુરી શર્મા સાથે આજે વડોદરા મહાનગરપાલિકાની લગ્ન નોંધણી શાખા ખાતે પહોંચ્યો હતો. અહીં કૃણાલ અને પંખુરીએ તેમનાં લગ્નની નોંધણી કરાવી હતી. આગામી 27 ડિસેમ્બરે કૃણાલ પંડ્યા અને પંખુરી શર્મા મુંબઇ ખાતે લગ્ન કરશે. ધામધૂમથી યોજાનારા આ લગ્નમાં બોલિવુડ અને ક્રિકેટ જગતના સ્ટાર હાજરી આપશે.

ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા રેન્જ રોવરમાં આવ્યો

વડોદરાના સ્ટાર ક્રિકેટર અને મુંબઇની પંખુરી શર્મા આગામી 27 ડિસેમ્બરે મુંબઇની JW મેરિયટ હોટલમાં પ્રભુતામાં પગલા પાડશે. જો કે તે પહેલા આજે કૃણાલ અને પંખુરીએ વડોદરા મહાનગરપાલિકાની લગ્ન નોંધણી શાખા ખાતે પહોંચીને તેમના લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા. આ પ્રસંગે ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા રેન્જ રોવર કારમાં આવ્યો હતો. આ ઉપરાંત હાર્દિક અને કૃણાલના સંબંધીઓ અને મિત્રો હાજર રહ્યા હતા. લગ્ન નોંધણી કરાવ્યા બાદ કૃણાલ અને પંખુરી ત્યાંથી નીકળી ગયા હતા.

વડોદરા મહાનગરપાલિકાના અધિકારી અશ્વિન પટેલે જણાવ્યુ હતુ કે, કૃણાલ પંડ્યા અને પંખુરી શર્માએ આજે મેરેજ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આવતીકાલે લગ્નનું સર્ટિફિકેટ તેમને આપવામાં આવશે.

કૃણાલ અને પંખુરીના લગ્નમાં કોણ કોણ હાજર રહી શકે છે.....વાંચવા માટે ફોટો બદલો....

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App