વડોદરામાં આજથી ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ

ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત આ ચેમ્પિયનશિપ અગામી તા.16 સપ્ટેમ્બર સુધી ચાલશે

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 06:29 PM
District table tennis championship started in Vadodara

વડોદરાઃ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આજે તા.12થી બરોડા ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે ઇનોગ્રેશન બાદ ટેબલ ટેનિસનો ખેલાડીઓ વચ્ચે જંગ શરૂ થયો હતો. ગોરવા રોડ ઉપર આવેલા શોપિંગ મોલમાં ટેબલ ટેનિસનું આયોજન કરવામાં આવ્યું હોવાથી શોપિંગ મોલમાં આવનાર લોકોએ ટેબલ ટેનિસનો આનંદ માણ્યો હતો.


ટેબલ ટેનિસ એસોસિએશના પ્રમુખ જયાબહેન ઠક્કર અને સેક્રેટરી કલ્પેશ ઠક્કરે જણાવ્યું હતું કે, આજથી શરૂ થયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 16 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ચેમ્પિયનશિપમાં વડોદરા શહેર જીલ્લાની શાળા, કૉલેજ, ઇન્સ્ટિટયૂટ, એમ.એસ. યુનિવર્સીટી, ક્લબ અને અન્ય સંસ્થાઓના ૪૦૦ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. ૧૨મીએ વડોદરાના મેયર ડો જીગીશાબેન શેઠ, ગેઇલનાં સીજીએમ મુકેશ તિવારી, ટીટીબિએનાં પેટ્રન જયાબેન ઠક્કર, સેક્રેટરી કલ્પેશ ઠક્કરની ઉપસ્થિતિમાં સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આજ તા. ૧૨મીથી ૧૬મી સપ્ટેમ્બર સુધી ઇનઓરબિટ મોલમાં યોજાનાર ટેબલ ટેનિસ સ્પર્ધામાં ૧૪ સિંગલ્સ અને ૫ ડબલ્સ ઇવેન્ટ રમાશે. સ્પર્ધા યુનિક હશે ,જયાં રમત સાથે શોપિંગ તેમજ વિવિધ સ્ટોલ પર વિવિધ પ્રકારના વ્યંજનોનો સ્વાદ માણવા મળશે.

X
District table tennis championship started in Vadodara
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App