નિવેદન / ઉનાળામાં ગુજરાતને પાણીની તંગી નહીં પડે, સરદાર સરોવર ડેમમાં પુરતુ પાણી છેઃ નિતીન પટેલ

Deputy chief minister nitin patel visit of vadodara
X
Deputy chief minister nitin patel visit of vadodara

  • 25.56 કરોડના ખર્ચે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતેની જમીનમાં કલેક્ટર કચેરી બનશે

DivyaBhaskar.com

Feb 11, 2019, 03:02 PM IST
વડોદરા: રાજ્યના મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે આજે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ મેદાન ખાતે બનનારી નવીન કલેક્ટર કચેરીનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, આગામી ઉનાળામાં ગુજરાતમાં પાણીની કોઇ તંગી પડશે નહીં. કારણ કે, ગુજરાત સરકાર દ્વારા પાણીનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. અને સરદાર સરોવર ડેમમાં ગુજરાતના લોકોને આપી શકાય તેટલું પુરતુ પાણી છે.
1. નિતીન પટેલે જયનારાયણ વ્યાસના નિવેદનનો જવાબ આપ્યો
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે આણંદ એસ.પી. યુનિવર્સિટીમાં બજેટ વ્યાખ્યાનમાં કરેલા નિવેદનનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પ્રતિ વર્ષે રૂપિયા 6 હજાર આપવામાં આવનાર છે. આ રકમ ખેડૂતોને બિયારણ અને ઓજારો ખરીદવા માટે ઉપયોગી થશે. 
2. આગેવાનો સાથે બેસીને શિક્ષકોના પ્રશ્નોનો નિકાલ લાવીશું

શિક્ષકોના પ્રશ્ને જણાવ્યું કે, શિક્ષકોને સાતમું પગાર પંચ આપી દેવામાં આવ્યું છે. તેમ છતાં તેઓના પડતર પ્રશ્ન હશે તો આગેવાનો સાથે બેસીને તેનો નિકાલ લાવીશું. નોંધનીય છે કે, વડોદરા જિલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકો સિનિયોરિટી પ્રમાણે બાલગુરૂ અને વિદ્યાસહાયકોની નોકરી ગણવાની માંગ સાથે આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણાં ઉપર બેઠા છે.

3. નાયબ મુખ્યમંત્રીના હસ્તે લાભાર્થીઓને માં કાર્ડનું વિતરણ
આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા માં કાર્ડ વિતરણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે લાભાર્થીઓને માં કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના આજે વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં સ્પિકર રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબહેન ભટ્ટ, મ્યુનિ. કમિશનર અજય ભાદુ, મેયર ડો. જીગીશાબહેન શેઠ, સ્થાયિ સમિતિના ચેરમેન સતિષ પટેલ, ધારાસભ્યો, કાઉન્સિલર્સ ઉપસ્થિત રહ્યા હતા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી