આક્ષેપ / વડોદરાના સુરસાગર તળાવના બ્યુટિફિકેશનની કામગીરીમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાની રજૂઆત

DivyaBhaskar.com | Updated - Feb 12, 2019, 04:04 PM
Corruption allegation in Sursagar lake work in vadodara
X
Corruption allegation in Sursagar lake work in vadodara

  • ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ યોગ્ય રીતે કામગીરી કરવાની માંગ કરી


વડોદરાઃ વડોદરાના મધ્યમાં આવેલા સુરસાગર તળાવના બ્યૂટિફિકેશનની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળુ મટીરીયલ વાપરીને કામગીરી કરી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ઉપરાંત
રાજ્ય સરકારની મંજૂરી વિના જ કામગીરી શરૂ કરી હોવાથી વિવાદ સર્જાયો છે.

સુરસાગર તળાવની કામીગીરી અંગે શાસક-વિપક્ષની રજૂઆત

1.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ અને ભાજપના કોર્પોરેટર વિજય પવારે સુરસાગર અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સુરસાગર
તળાવ સાથે લોકોની ધાર્મિક લાગણી જોડાયેલી છે. આ સુરસાગર તળાવમાં વર્ષોથી ગણેશ વિસર્જન થાય છે. ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા જે ઇજારદારને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેના દ્વારા હલકી કક્ષાની કામગીરી થઇ રહી છે. સુરસાગર તળાવમાં બનાવવામાં આવેલા પાળા તૈયાર કરવા ને હજી બે-ત્રણ મહિના થયા છે તેમ છતાં તેમાં તિરાડો પડી ગઇ છે. જેથી આ અંગે ઈજારદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. સુરસાગરની સુંદરતા વધારવા માટે જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી, તે સમય મર્યાદામાં પણ હજી સુધી કામગીરી પૂર્ણ થઇ નથી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App