Home » Madhya Gujarat » Latest News » Vadodara City » CM Vijay Rupani and Deputy CM Nitin Patel visited construction site of Sardar Patel statue

વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ 31 ઓક્ટોબરે કરશે, મુખ્યમંત્રીની જાહેરાત

Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 08:01 PM

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રતિમાની કામગીરીનું બારીકાઈથી નિરક્ષણ કર્યું

  • વડોદરાઃ 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવશે તેવી જાહેરાત આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે સરદાર સરોવર બંધના નિર્માણ સ્થળ સાધુ બેટ ખાતે આકાર પામી રહેલી સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટતમ અને ઊંચી પ્રતિમાની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ પ્રતિમાના લોકાર્પણ કરવાની સંપૂર્ણ તૈયારીઓએ અંગે બેઠક પણ યોજી હતી.

    સરદારે લોકોને જોડયા - કોંગ્રેસે લોકોને તોડયા"- નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ


    આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રતિમાનું સ્ટીલ સ્ટરક્ચર કામ 20 સપ્ટેમ્બર સુધીમાં. બ્રોન્ઝનું કામ 10 ઓક્ટોબર સુધીમાં અને સંપુર્ણ ફિનિશિંગ 25 ઓક્ટોબર સુધીમાં પુરું કરવાની દિશામાં હાલ કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રતિમા સાથે જ સરદાર સાહેબના એક અખંડ ભારતના સંકલ્પને સાકાર કરતું શ્રેષ્ઠ ભારત ભવન નિર્માણ પામવાનું છે. નર્મદા ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિરીક્ષણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે હાર્દિક પટેલનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરદારે લોકોને જોડયા હતા. જયારે કોંગ્રેસે લોકોને તોડયાજ છે.

    સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં 1 લાખ 40 હજાર ઘન મીટર કોનક્રિટના જથ્થો વપરાશે

    મુખ્યમંત્રી એ આ સમગ્ર પરિસર વ્લર્ડ ક્લાસ બનવાનું છે, તેની ભૂમિકા આપતા કહ્યુકે એ પરિસરમાં સફાઈ, સિક્યુરિટી, કાફેટેરિયા, ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ પણ એ જ સ્તરની વિક્સાવવામાં આવશે. 182 મીટર ઊંચાઈની આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં 1 લાખ 40 હજાર ઘન મીટર કોનક્રિટના જથ્થો વપરાશ કરવામાં આવશે. આ સિવાય 18500 મેં.ટન સ્ટીલ 70 હજાર મેં.ટન સિમેન્ટ અને 2 હજાર મેં.ટન બ્રોન્ઝ વપરાશે. ઉલ્લેખનીય છે કે 22000 ચો.મીટર આ સ્ટેચ્યુનો સરફેસ વિસ્તાર છે. અંદાજે 2989 કરોડના ખર્ચે આ પ્રોજેકટ તૈયાર થશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ પરિસરની સાથે-સાથે બોટિંગ, વેલી ઓફ ફ્લાવર અને પ્રવાસન સુવિધાઓ વિકસાવવા અંગેની બાબતોમાં પણ વિચાર વિમર્શ કર્યો હતો.

    આગળની સ્લાઈડ્સમાં જૂઓ અન્ય તસવીરો...

  • CM Vijay Rupani and Deputy CM Nitin Patel visited construction site of Sardar Patel statue
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • CM Vijay Rupani and Deputy CM Nitin Patel visited construction site of Sardar Patel statue
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ