વડોદરામાં મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલા બ્રિજ પર બે મહિનામાં પડયો 7 ફૂટનો ભૂવો

આ બ્રિજનું લોકાર્પણ તા.26 મે-2018ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું

Divyabhaskar.com | Updated - Jul 27, 2018, 02:16 PM
Chiefminister Vijay Rupani inagurated bridge in Vadodara

વડોદરાઃ આજથી બરોબર બે માસ પૂર્વે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલા શાસ્ત્રીબ્રિજ ઉપર આજે સવારે 7 ફૂટનું ગાબડું પડ્યું હતો. ભૂવો પડવાના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. અને તેના કારણે નોકરી-ધંધાર્થે જનારા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. બે માસમાંજ બ્રિજ ઉપર ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા ઉપર સવાલો ઉઠ્યા છે.


મુખ્યમંત્રીએ બે મહિના પહેલા બ્રીજનું કર્યું હતું લોકાર્પણ

શહેરના ગેંડા સર્કલથી પોલિટેકની કોલેજને જોડતો બ્રિજ હતો. જે બ્રિજ શાસ્ત્રી બ્રિજ તરીકે ઓળખાય છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરમાં ટ્રાફિકના ભારણને ધ્યાનમાં લઇ જુના શાસ્ત્રી બ્રિજની બાજુમાં રૂપિયા 30.39 કરોડ ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજનું લોકાર્પણ તા.26 મે-2018ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. જે બ્રિજ ઉપર આજે સવારે 7 ફૂટનો ગાબડુંપડ્યું હતું.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, ગેંડા સર્કલથી પોલિટેકનીક કોલેજ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો

Chiefminister Vijay Rupani inagurated bridge in Vadodara

ગેંડા સર્કલથી પોલિટેકનીક કોલેજ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો


બ્રિજ ઉપર ભૂવો પડતા ગેંડા સર્કલથી પોલિટેકનીક કોલેજ તરફનો બ્રિજ ઉપરનો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. એક તબક્કે વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. વહેલી સવારે ગાબડું પડ્યું હોવાથી નોકરી ધંધાર્થે જનાર લોકો ટ્રાફિક જામના કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.


હલકી ગુણવતાવાળું મટિરિયલ વાપરવા બાબતે સવાલ ઉઠયા


કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજ ઉપર બે માસમાંજ ભૂવો પડી જતા આ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર અને બ્રિજનું ઇન્સ્પેકશન કરનાર કોર્પોરેશનના અધિકારીઓ સામે બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાના સવાલો ઉઠ્યા છે.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, કોન્ટ્રાકટર સામે કરવામાં આવી શકે છે કાર્યવાહી

Chiefminister Vijay Rupani inagurated bridge in Vadodara

કોન્ટ્રાકટર સામે કરવામાં આવી શકે છે કાર્યવાહી


ત્યારે, વડોદરા મહાનગર સેવા સદનમાં ચાર્જ સંભાળતાની સાથે રોડની નબળી કામગીરી સામે લાલ આંખ કરનાર મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ આ બ્રિજનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને બ્રિજનું ઇન્સ્પેકશન કરનાર કોર્પોરેશનના અધિકારીઓ સામે કાર્યવાહી કરશે. તેવી ચર્ચા શરૂ થઇ ગઇ છે.

X
Chiefminister Vijay Rupani inagurated bridge in Vadodara
Chiefminister Vijay Rupani inagurated bridge in Vadodara
Chiefminister Vijay Rupani inagurated bridge in Vadodara
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App