તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાઈ જીવતો જ પાછો આવશે તેવા ભાતૃભાવથી રક્ષાબંધન ઉજવતી પાંચ બહેનો | Brother Will Be Living Again In Blowing Five Sisters Rakhi Bhatrbhavathi

ભાઈ જીવતો જ પાછો આવશે તેવા ભાતૃભાવથી રક્ષાબંધન ઉજવતી પાંચ બહેનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: કોઈ એક ક્ષણ એવી હશે કે અમારો નાનો ભાઈ ઘરના દરવાજે ઉભો રહી કહેશે કે મારી રાહ જોતાં હતાંને, હું આવી ગયો છું !  બહેનો કે જે દરરોજ આજ વિચારે પોતાના નાના ભાઈની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. 2 વર્ષે પૂર્વે ઉત્તરાખંડમાં આકસ્મિક ઘટના બાદ  ખોવાયેલો નાના ભાઈ તુષારની પરિવાર દ્વારા શોધખોળ કરાઈ રહી છે. પરંતુ  હજુ સુધી તેના કોઈ સગડ મળ્યા નથી. 

 

જોકે પરિવાર માટે તો તુષાર હજુ પણ જીવિત છે, અને તે ગમે ત્યારે પોતાના પરિવાર પાસે પાછો આવી જશે. રક્ષાબંધન હોય કે દિવાળી, બહેનો હજુ પણ પોતાનો ભાઈ સાથે હોય તેવા જ ભાતૃપ્રેમના ભાવથી દરેક તહેવારો ઉજવી રહી છે. કારેલીબાગ વિસ્તારમાં રહેતો તુષાર ભટ્ટ સાલ 2016માં  મિત્રો સાથે કુલુ-મનાલી ફરવા માટે ગયો હતો. જ્યાં કસોલ બ્રિજ પાસે ફોટો પડાવવા જતાં તુષાર આકસ્મિક રીતે નદીમાં પડ્યો હતો. જોકે તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. 

 

આ ઘટના બાદ નાના ભાઈને શોધવા માટે છેલ્લાં 2 વર્ષથી બહેનો સેજલ ઉપાધ્યાય, ભાવિકા ભટ્ટ, દિપીકા પુરોહિત,અર્પીતા જોષી અને હિના ભટ્ટ અથાગ પ્રયત્નશીલ છે. સેજલ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, તુષાર સૌથી નાનો અને લાડકવાયો ભાઈ છે. હાલ તુષાર ભલે અમારી સાથે નથી,પરંતુુ તેને એક દિવસ જરૂરથી શોધી કાઢીશું. છેલ્લાં બે વર્ષથી દરેક તહેવારમાં અમે બહેનો નાનો ભાઈ અમારી સાથે જ છે તેવા ભાવથી દરેક તહેવારો ઉજવી રહ્યાં છીએ.

 

 

અન્ય સમાચારો પણ છે...