દોડધામ / વડોદરાના નવાપુરા વિસ્તારમાં મોડી રાત્રે ગટરના ઢાંકણા ધડાકાભેર ઉછળ્યા

Blast in Drainage line in navapura at vadodara
X
Blast in Drainage line in navapura at vadodara

  • ભેદી સંજોગોમાં ગટરના ઢાંકણા ઉછળતા દોડધામ મચી ગઇ 

DivyaBhaskar.com

Feb 12, 2019, 10:06 AM IST
વડોદરાઃ નવાપુરા વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે ગટરના 7થી 8 ઢાંકણાઓ ધડાકાભેર ઉછળતાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. સ્થળ પર પહોંચેલા ફાયરબ્રિગ્રેડના સ્ટાફે જણાવ્યું હતું કે, ગટર લાઇનમાં સળગતો પદાર્થ જતાં ઘટના બની હોવાનું અનુમાન છે.

ઘટનાની જાણ થતાં મેયર દોડી ગયા

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં શિયાબાગ પાછળ આવેલાં પેલેસ મટન શોપ પાસેથી પસાર થતી ગટર લાઇનના ઢાંકણા ધડાકાભેર ઉછળ્યાં હતા. જેને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા. બનાવની જાણ થતાં ફાયરબ્રિગ્રેડ પણ દોડી આવી હતી. કેટલાક સ્થળે ખાડા પણ પડી ગયા હતા. આ અંગેની જાણ થતાં મેયર ડો.જીગીષાબેન પણ પહોંચ્યા હતા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી