કરજણ પાલિકા પર ભાજપનો કબજો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરજણ: કરજણ નગર પાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણી યોજાઇ હતી. જેમાં ભાજપા અને રાષ્ટ્રીય સમાજવાદીએ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખેલ જેમાં આરએસપીના ઉમેદવારોને ૮ મતો મળ્યાં જ્યારે ભાજપાના ઉમેદવારોને ૨૦ મત મળતા ભાજપાના પ્રમુખ ઉપ પ્રમુખ ચુંટાવા પામ્યા હતાં. જ્યારે ભાજપાને એક અપક્ષ અને કોંગ્રેસની મહિલા સભ્યએ પણ મત આપતા ભાજપાના ઉમેદવારો ૨૦ મતો મળતા વિજેતા થવા પામ્યા છે.


કરજણ પાલિકાની ચૂટણીમાં સાત વોર્ડની ૨૮ બેઠકો માટેની ચુંટણીમાં ૧૮ ભાજપના ૮ રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી તેમજ એક કોંગ્રેસ અને એક અપક્ષ સભ્ય ચુટાવા પામ્યા છે. જેમાં સોમવારે પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી હતી. જેમાં ભાજપા અને રાષ્ટ્રીય સમાજવાદીએ પણ ઉમેદવારો ઉભા રાખેલ જેમાં આરએસપીમાંથી  પ્રમુખ માટે અશોકભાઈ વસાવા અને ઉપ પ્રમુખ માટે હેમરાજસિંહ રણાએ ઉમેદાવરી નોંધાવેલ.

 

જ્યારે ભાજપમાંથી પ્રમુખ પદમાટે મનુભાઈ વસાવા અને ઉપ પ્રમુખ માટે જયેશભાઈ પટેલ નાઓએ ઉમેદાવારી નોધાવેલ જેમાં આરએસપીના ઉમેદવારોને ૮ મત મળ્યા. 
જ્યારે ભાજપના ઉમેદવારોને ૨૦ માતાઓ મળ્યા. જેમાં એક અપક્ષે અને કોંગ્રેસની મહિલા સભ્યએ પણ ભાજપાને મત આપતા ભાજપના પ્રમુખ પદના મનુભાઈ વસાવા તેમજ ઉપ પ્રમુખ પદે જયેશભાઈ પટેલનાઓને ૨૦ મતો મળતા કરજણ નગર પાલિકાનું સુકાન ભાજપા પાસે આવેલ છે. જ્યારે કોંગ્રેસમાંથી પાલિકામાં માત્ર એક જ મહિલા સભ્ય ચુંટાયેલ છે. ભાજપા પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં કોંગ્રેસના મહિલા સભ્યે ભાજપાને મત આપતા કરજણ નગરમાં ચર્ચાની વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...