ઘટસ્ફોટ / આર્મી જવાને 2 વર્ષ પહેલાં પત્ની-બે સંતાનોની હત્યા કરીને દાટી દીધા હતા, CID ક્રાઇમે ભેદ ઉકેલ્યો

આર્મી જવાન અને મૃતક પત્નીની તસવીર
આર્મી જવાન અને મૃતક પત્નીની તસવીર
X
આર્મી જવાન અને મૃતક પત્નીની તસવીરઆર્મી જવાન અને મૃતક પત્નીની તસવીર

  • મહિલાના પગ, હાથ, પાંસળીઓ, કપડાં, માથાના વાળ, ખભાનું હાડકું મળી આવ્યું 
  • કંકાલને તપાસ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લવાયા 
  • કંકાલના એફએસએલ રિપોર્ટ બાદ DNAનો એક્સપર્ટ ઓપિનિયન લેવાશે

DivyaBhaskar.com

Feb 14, 2019, 11:09 AM IST
છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર ખાતે બે વર્ષ પહેલા આર્મીના જવાને પોતાની પત્ની અને બે બાળકોની નિર્મમ હત્યા કરીને ત્રણેની લાશને ઊંડો ખાડો ખોદી દાટી દીધી હતી. સી.આઈ.ડી. ક્રાઈમે બે વર્ષ પછી હત્યા ભેદ ઉકેલીને આર્મી મેનની ધરપકડ કરી છે.
1. પરિવારનો વિરોધ હોવા છતા પ્રેમ લગ્ન કરી કર્યાં હતા
આર્મીમાં નોકરી કરતા વિક્રમ રાઠવાને કંડા ગામની શકુંતલા સાથે પ્રેમ થઇ ગયો હતો. અને શકુંતલાના પરિવારનો વિરોધ હોવા છતા પ્રેમ લગ્ન કરી લીધા હતા. બંને લગ્ન કરીને ભીલપુર ખાતે રહેતા હતાં. લગ્નના થોડા દિવસ પછી વિક્રમ રાઠવા નોકરી ઉપર જતા પત્નીને ભીલપુર મૂકીને ગયો હતો, ત્યારે શકુંતલાને વિક્રમના માતા-પિતા સાથે નાની નાની બાબતે ઝઘડા થતા હતા. 
2. ઝઘડો શકુંતલાએ 181ની મદદ લઇે ઘર કંકાસની ફરિયાદ કરી હતી
એક દિવસ ઝઘડો મોટો થતા શકુંતલાએ 181ની મદદ લઇે ઘર કંકાસની ફરિયાદ કરી હતી. અભયમની ટીમે તેણીને વડોદરાનાં નારી સંરક્ષણ ગૃહમાં મુકી હતી. તે સમયે શકુંતલા ગર્ભવતી હતી. થોડા સમય પછી શકુંતલાએ બે બાળકો જેમાં એક બાળક અને એક બાળકીને જન્મ આપતા આર્મીની નોકરીમાંથી રજા લઈને વિક્રમ ભીલપુર આવ્યો હતો. દરમિયાન શકુંતલાના પિતા તેને મળવા માટે ગયા હતા. જમાઈ વિક્રમને દીકરીને રાખવી હોય તો નોકરીના સ્થળે સાથે લઇ જવાની વાત કરતા વિક્રમ તૈયાર થઇ ગયો હતો. વિક્રમ શકુંતલાને અને બંને બાળકોને લઈને સિક્કીમ નોકરી છે, તેવું જુઠ્ઠાનું ચલાવીને સિક્કિમ જવાનું કહીને લઇ ગયો હતો. 
3. યુવતીના પિતાને શંકા જતા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી
થોડા દિવસ પછી શકુંતલાની બહેને જીજાજીને ફોન કરીને બહેન અને બંને બાળકોનાં ખબર અંતર પૂછ્યા હતા. અને વાત કરવાની માંગ કરી હતી. પરંતુ વાત થતી ન હતી. જેને લઈને શકુંતલાના પિતા ક્લ્યાણભાઈને શંકા જતાં તેઓ પણ દીકરી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ તેમાં સફળતા મળી ન હતી. પિતાએ ઉચ્ચ કક્ષાએ સતત રજૂઆતો કરતા આખરે સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપાઈ હતી જેમાં 2 વર્ષ પહેલા જ વિક્રમે પત્ની અને 2 બાળકોના ગળા દબાવી હત્યા કરી લાશો ઘર પાસે દાટી દીધી હોવાની કબૂલાત કરી હતી. 
4. ગત વર્ષે વિક્રમે ધામધૂમથી બીજા લગ્ન કર્યા હતા
વિક્રમ છેલબટાઉ યુવાન હતો તેને ગયા વર્ષે ઉનાળામાં બીજા લગ્ન કરવા માટે ભીલપુર આવ્યો હતો અને ધામ ધૂમ પૂર્વક લગ્ન કર્યા હતાં. આ વાતની જાણ શકુંતલાના પિતા કલ્યાણભાઈને થતા તેઓએ પુનીયાવાંટ જઈને દીકરીના બાપને જાણ કરી હતી પણ કોઈ ફાયદો નીકળ્યો ન હતો. એટલે તેઓ તાત્કાલિક છોટાઉદેપુર ડી.એસ.પી.ને મળીને સમગ્ર હકીકત જણાવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી આગળ વધી ન હતી.  
5. પૂછપરછમાં વિક્રમે હત્યાની કબૂલાત કરી
શકુંતલાના પિતા કલ્યાણભાઈએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરતા આખરે સી.આઇ.ડી. ક્રાઈમને તપાસ સોંપી હતી. જેની જાણ આર્મીને પણ કરી હતી. તપાસ માટે આર્મી દ્વારા વિક્રમને ગુજરાત લવાયો હતો. જ્યાં સી.આઈ.ડી.ની તપાસમાં વિક્રમે બે નવજાત શિશુ અને તેની પત્નીનં ગળુ દબાવીને હત્યા કર્યા બાદ લાશો દાટી દીધાનું કબુલ્યું હતું. સી.આઈ.ડી. ક્રાઈમે શકુંતલાના અસ્થિ બહાર કાઢ્યા હતાં. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી