તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાજપના ત્રણ MLAની ગુપ્ત બેઠક, સરકાર અને મંત્રીઓ સામે નારાજગી | Anger Against Government And Ministers, Secret Meeting Of Three BJP MLAs

ભાજપના ત્રણ MLAની ગુપ્ત બેઠક, સરકાર અને મંત્રીઓ સામે નારાજગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાઃ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાની ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આજે વડોદરા સરકીટ હાઉસમાં શહેર-જિલ્લાનાં 3 ધારાસભ્યોએ બંધ બારણે બેઠક કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે, ધારાસભ્યોએ મંત્રીઓ, સનદી અધિકારીઓ દ્વારા થતી ઘોર ઉપેક્ષાના કારણે ભેગા થયા હોવાની વાત મીડિયા સમક્ષ જણાવી છે. આ સાથે તેઓએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 25 જેટલા ધારાસભ્યો હોવાના કરેલા દાવાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.


મળતી માહિતી પ્રમાણે આજે મોડી સાંજે વડોદરા માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ, વાઘોડિયા વિધાનસભા બેઠકમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદાર વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ હતી. બેઠકમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સાથી ધારાસભ્યોને જણાવી રહ્યા છે કે, આપણે શાંતિ રાખીએ છે તેનો મતલબ પક્ષ આપણને શાંત સમજે છે. 


આ ઉપરાંત ધારાસભ્યોએ ગુજરાતના મંત્રીઓ, સનદી અધિકારીઓ દ્વારા થતી ઉપેક્ષા અંગે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પત્રકારોને જણાવ્યું હતું કે, મંત્રીઓ અને સનદી અધિકારીઓ દ્વારા ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે. અને તે માત્ર અમે ત્રણ ધારાસભ્યો પ્રત્યેજ નહિં, પરંતુ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો સાથે કરવામાં આવી રહી છે. 


મંત્રીઓ અને અધિકારીઓથી નારાજ એવા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 25 જેટલા ધારાસભ્યો અમારી સાથે છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, મંગળવારે ગાંધીનગર સચિવાલયમાં મંત્રીઓને મળવાનો દિવસ હોય છે. અમે અમારા વિસ્તારના વિકાસ કામો લઇને જઇએ છે. ત્યારે મંત્રીઓ હાજર હોવા છતાં મળતા નથી. અને તેઓના પી.એ.ને મળી લેવાનો જવાબ આપે છે.

 

વધુ માહિતી વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....