વડોદરાઃ અજય ભાદુની નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક, વિનોદ રાવની બદલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાઃ શહેરના મ્યુનિસપિલ કમિશનર વિનોદ રાવની બદલી થઈ છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડના એમડી અજય ભાદુની નિમણૂંક વડોદરા મ્યુનિસિપલ કમીશનર તરીકે કરવામાં આવી છે. જયારે વિનોદ રાવની નિમણૂંક કૃષિ અને સહકાર વિભાગના સચિવ તરીકે કરવામાં આવી છે. 

 

ઉલ્લેખનીય છે કે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ શહેરના સ્ટેશન વિસ્તારમાં હાલ નિર્માણ પામી રહેલા જનમહેલ પ્રોજેકટને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહ્યાં હતા. આ સિવાય શહેરની સંજય નગર ઝૂપડપટ્ટીના પ્રોજેકટને લઈને પણ તેમના પર ઘણાં આક્ષેપો લાગ્યા હતા. તેમણે સ્માર્ટ સિટી અંતર્ગત અનેક વિકાસલક્ષી કામો પણ શહેરમાં શરૂ કરાવ્યા છે.

 

અન્ય સમાચારો પણ છે...